ગુજરાતના આ શહેરના બ્યુટિ પાર્લરમાં માત્ર 1 રૂપિયામાં કરવામાં આવે છે મહિલાઓના હેર કટિંગ, જાણો કેમ..

સુરતના ચૌટાપુલ પાસે આવેલા k2 Beauty Baar માં 31 ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈની 143 જન્મજયંતિ નિમિતે મહિલાઓ માટે ફ્રી બ્રાઈડલ પેકેજ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પેકેજનો લાભ ફક્ત સુરતની મહિલાઓ જ નહી પણ સમગ્ર ગુજરાતની મહિલાઓ લઈ શકશે. જેમાં હેર કટથી માંડીને ફેશિયલ અને બ્લીચ સુધીની તમામ બ્યુટી ટ્રીટમેન્ટ ફ્રીમાં કરી આપવામા આવશે. આ પેકેજનો લાભ લેવા માટે મહિલાઓએ ફક્ત તેમનું આઈડી પ્રુફ અને એક ફોટો સાથે લાવવાનો રહેશે.

આજના ફેશનેબલ યુગમાં મહિલાઓ માટે બ્યુટિ પાર્લરનો ખર્ચ ખૂબ જ ખર્ચાળ બની રહેલ છે. સામાન્ય રીતે કોઈ મહિલા પાર્લરમાં જઈને આવે એટલે ૫૦૦ થી ૧૦૦૦ આ રૂપિયાનો ખર્ચ તો એકદમ સામાન્ય રીતે જ થઈ જાય છે. વળી લગ્ન કે કોઈ ફંકશન માટે તૈયાર થવા જય રહેલી મહિલાઓ માટે આ ખર્ચ ૩૦૦૦ થી લઈને ૫૦૦૦ સુધી પહોચી જાય છે.

મહિલાઓમાં વધી રહેલા પાર્લરના આ ક્રેઝના કારણે ઠેરઠેર જગ્યાએ પાર્લર બની રહ્યા છે. મોટી સંખ્યામાં પાર્લર બની રહ્યા હોવાને કારણે હરીફાઈ પણ ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે. જેને લઇને પાર્લર દ્વારા નવી નવી સ્કીમ ગ્રાહકોને આકર્ષવા માટે આપવામાં આવી રહેલ છે.

સામાન્ય રીતે એક હેર કટ નો ચાર્જ ત્રણસોથી ચારસો રૂપિયા જેવો હોય છે અને આ ચાર્જ તેનાથી પણ વધુ હોય છે. ઘણા પાર્લરમાં આના કરતા ઓછો ચાર્જ લેવામાં આવે છે તથા ઘણા પાર્લરમા આનાથી પણ ચાર્જ વધારે વસુલ કરવામાં આવે છે. જેને લઇને આટલો મોટો ચાર્જ દરેક મહિલાઓ માટે ખર્ચ કરવો શક્ય હોતો નથી અથવા તો વારંવાર આ પ્રકારનો ચાર્જ પોસાય તેમ હોતો નથી.

પરંતુ હવે સુરતના એક પાર્લર દ્વારા મહિલાઓને આ સમસ્યા નું નિવારણ લાવવામાં આવેલ છે. અહીંયા ફક્ત એક રૂપિયામાં હેર કટ કરી આપવામાં આવે છે. હા તમને જાણીને જરૂર નવાઈ લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે. ઘણી મહિલાઓ આ સ્કીમનો લાભ પણ લઈ ચૂકી છે.

ગ્રાહકોમાં આ સ્કિમને લઈને ભારે ઉત્સાહ પણ જોવા મળેલ છે. સુરતના ચૌટા પુલ નજીક તિરુપતિ પ્લાજામાં ફક્ત ૧ રૂપિયો લઈને પણ જશો તો તમારા હેર કટ થઈ જશે.

બ્યુટિ પાર્લર મોંઘા હોય છે એ પ્રકારનો ભ્રમ પાર્લરના માલિક દૂર કરવા માંગે છે. પાર્લરના માલિક કેતનભાઈ એક રૂપિયામાં કટિંગ તો કરી આપે છે સાથો સાથ કટિંગ કરાવવા આવેલ મહિલાઓને નાસ્તો પણ કરાવે છે. તેઓએ પ્રથમ દિવસે જ ૨૦૦ મહિલાઓના હેર કટ કર્યા હતા.

પાર્લર ના માલિક કેતન હિરપરાએ આ બાબતમાં જણાવતા કહ્યું કે તેઓ એવી મહિલાઓને લાવવા માગે છે કે જેઓને પાર્લરનો ખર્ચો પોસાય તેમ ના હોય અને ભારે ખર્ચના કારણે પાર્લરમાં આવી શકે તેમ ના હોય તેવી મહિલાઓને ફક્ત એક રૂપિયામાં હેર કટીંગ કરી આપવામાં આવશે.

મહિલાઓ દ્વારા પણ આ સ્કીમને આવકારવામાં આવી રહી છે. મહિલાઓના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે પાર્લરમાં હેરકટ કરાવવાનો ખર્ચ 400થી 500 રૂપિયા જેવો થતો હોય છે પરંતુ અહીંયા તેમને ફક્ત એક રૂપિયામાં જ હેર કટ કરી આપવામાં આવે છે. વળી આટલા એકદમ ઓછા ચાર્જ છતાં પણ ખુબ જ સરસ રીતે તેઓ હેર કટ કરી આપે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો