ભારતમાં એક દુકાન આવી પણ, જ્યાં નથી કોઇ દુકાનદાર,ચોરી થવાનો કોઇ ડર નથી રહેતો

ભારતમાં એક એવી દુકાન પણ છે જ્યાં કોઇ દુકાનદાર નથી, તમે જે પણ ખરીદવા માંગો તે ખરીદી શકો છો. આ દુકાન પાછળનું એક નેક કારણ છે. દક્ષિણ ભારતમાં આ દુકાન ખોલવામાં આવી છે.

કેરળમાં છે આ દુકાન

કેરળના કન્નૂરમાં એક એવી દુકાન ખુલી છે જેમાં ના તો કોઇ દુકાનદાર છે કે ના તો કોઇ સેલ્સમેન, આ વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરીએ કન્નૂરના Vankulathuvayal વિસ્તારમાં આ દુકાનને શરૂ કરવામાં આવી છે.

દુકાનદાર વગર ચાલે છે ભારતમાં આવેલી આ દુકાન

આવુ નેક છે કારણ

મોટી વાત તો એ છે કે આ દુકાનમાં મળતો દરેક સામાન દિવ્યાંગ લોકો દ્વારા બનાવવામાં આવ્યો છે. દુકાનને ‘જનશક્તિ ટ્રસ્ટ’ નામનું એક ટ્રસ્ટ ચલાવે છે. આ સંસ્થા દિવ્યાંગ લોકોનું કલ્યાણ કરે છે.આ સંસ્થા સાથે કેટલાક એવા લોકો જોડાયેલા છે, જે વિકલાંગ છે પરંતું રોજ-બરોજની જરૂરીયાતનો સમાન બનાવે છે. તેમના દ્વારા બનાવવામાં આવેલી પ્રોડક્ટને અહી વેચવામાં આવે છે.

લોકો કરે છે મદદ

આ દુકાનને ચલાવવામાં આસપાસ શાકભાજી વેચનારા લોકો મદદ કરે છે. સવારે 6 વાગ્યે તે લોકો તેને ખોલે છે અને રાત્રે 10 વાગ્યે બંધ પણ કરે છે. કોઇ ગડબડ ના થાય તેની માટે ત્યાં સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે.

દુકાન પર લખવામાં આવ્યો છે ભાવુક મેસેજ

આ દુકાનના દરવાજા પર એક બોર્ડ લાગેલુ છે, જેની પર લખ્યુ છે, ‘આ દુકાનમાં કોઇ પણ શોપ કીપર નથી અને ના તો કોઇ સેલ્સમેન, તમે અહીથી જે ઇચ્છો તે ખરીદી શકો છો, માત્ર તમારે સામાન પર લખેલી પ્રાઇસને અહી રાખેલા બોક્સમાં નાખી દેવાની છે’ લોકો આ દુકાનમાંથી સામાન પણ ખરીદે છે અને પૈસા પણ નાખે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો