જાણો કારતક વદ અમાસના દિવસે ક્યા-ક્યા શુભ કામ કરવા જોઇએ. મંગળવારે હનુમાનજી સામે દીવો પ્રગટાવી હનુમાન ચાલીસાનો પાઠ કરો

મંગળવાર, 26 નવેમ્બરે અમાસ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે આ અમાસનું ખૂબ જ વધારે મહત્ત્વ છે. આ દિવસે કરવામાં આવતા પૂજા-પાઠ જલ્દી જ સફળ થઇ શકે છે. અહીં જાણો અમાસના દિવસે ક્યા-ક્યા શુભ કામ કરવા જોઇએ.

સ્નાન અને દાન કરવાની પરંપરાઃ-

અમાસના દિવસે કોઇપણ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. સ્નાન કર્યાં બાદ દાન પણ કરવું.

પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવુંઃ-

મંગળવારની અમાસને ભૌમવતી અમાસ કહેવામાં આવે છે. આ તિથિએ પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવું જોઇએ. ગાયના ગોબરથી બનેલાં છાણાને પ્રગટાવવા અને તેના ઉપર ગોળ-ઘી નાખીને પિતૃઓને ધૂપ અર્પિત કરો. આ દિવસ પિતૃઓ માટે ગરીબ લોકોને દાન પણ જરૂર કરો.

મંગળવારે હનુમાનજીની પૂજા કરોઃ-

મંગળવાર અને અમાસના યોગમાં હનુમાનજીની પૂજા વિધિ-વિધાનથી કરો. પૂજામાં હનુમાનજી સામે સરસિયાના તેલનો દીવો પ્રગટાવો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. સંભવ હોય તો સુંદરકાંડનો પાઠ પણ કરી શકો છો.

મંગળ ગ્રહની પૂજા કરોઃ-

મંગળવારે મંગળ ગ્રહ માટે પણ પૂજા-પાઠ કરવામાં આવે છે. મંગળની પૂજા શિવલિંગ રૂપમાં થાય છે. આ દિવસે શિવલિંગ ઉપર લાલ ફૂલ, લાલ ગુલાબ અર્પણ કરવાં. મસૂરની દાળ અર્પણ કરો.

અમાસના દિવસે આવું કરશો નહીંઃ-

અમાસની તિથિએ ઘરમાં ક્લેશ કરવો નહીં. સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખો. માતા-પિતાનો અનાદર કરવો નહીં. આ દિવસે ઘરમાં શાંતિ અને પ્રેમ જાળવી રાખવા જોઇએ. આવું કરશો તો ઘરમાં શાંતિ જળવાશે અને પૂજા-પાઠમાં મન લાગશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો