સસરાએ પિતા બનીને કર્યું પુત્રવધૂનું કન્યાદાન, સમાજને સાચી રાહ દેખાડનાર આ પરિવારને સલામ

સાસુ-સસરાએ તેમની વિધવા પુત્રવધૂ માટે છોકરો શોધ્યો અને દીકરીને જેમ ધામધૂમથી તેના લગ્ન કરાવીને સમાજની સામે ઉદાહરણ રજૂ કર્યું છે. સસરાએ પુત્રવધૂના પિતાની ભૂમિકામાં રહીને પોતાના હાથે કન્યાદાન કર્યું અને અન્ય પરંપરાઓ પૂર્ણ કરી. લગ્ન બાદ તેમણે પુત્રવધૂને તેના નવા સાસરે ભીની આંખે વિદાય આપી.

પુત્ર સાથે 2014માં થયા હતા લગ્ન

– બાલાવાલા રહેવાસી વિજય ચંદે પોતાના દીકરા સંદીપના લગ્ન વર્ષ 2014માં કવિતા સાથે કરાવ્યા હતા. પરિવારમાં બધુ સરખું ચાલી રહ્યું હતું.

– વર્ષ 2015માં હસતા-રમતા પરિવારને જાણે કોઈની નજર લાગી ગઈ. હરિદ્વારમાં થયેલા એક અકસ્માતમાં સંદીપનું મોત થઈ ગયું.

– વિજય ચંદ અને તેમની પત્ની કમલાએ કવિતાને હિંમત આપી. કવિતાએ જણાવ્યું કે, એક સમયે તે તેના પિયર જવા અંગે વિચારવા લાગી હતી.

– જોકે પછી તેને લાગ્યું કે, તેનું આ પગલું માતાપિતા સમાન સાસુ-સસરા માટે બહુ પીડાદાયી હશે.

પુત્રવધૂના દીકરીની જેમ ધામધૂમથી લગ્ન કરાવ્યા અને ભીની આંખે વિદાય પણ આપી


સાસુ-સસરાએ વિધવા વધૂ માટે શોધ્યો છોકરો

– આ દરમિયાન વિજય ચંદ અને કમલાએ કવિતાની સમંતિથી તેના માટે છોકરો શોધવાનો શરૂ કર્યો.
– ખાનગી કંપનીમાં કાર્યરત ઋશિકેશ રહેવાસી તેજપાલ સિંહ પર જઈને તેમની શોધ પૂર્ણ થઈ.
– બન્ને પરિવારની સંમતિથી તેજપાલ અને કવિતાના લગ્ન થઈ ગયા.

પુત્રવધૂને દીકરીની જેમ ભીની આંખે વિદાય આપી

– વિજય ચંદ અને કમલાએ પોતાની દીકરીની જેમ કવિતાને ભીની આંખો સાથે વિદાય આપી.
– વિજય ચંદે જણાવ્યું કે, તેમણે કાયમ પોતાની વધૂને દીકરીની જેમ જ માની છે.
– તેનો સંસાર ફરીવાર શરૂ થતા તેમનો આખો પરિવાર બહુ જ ખુશ છે.

વિજય ચંદ અને કમલાએ કવિતાની સહમતિથી તેને માટે છોકરો શોધવાની શરૂઆત કરી. પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા ઋષિકેશ નિવાસી તેજપાલ સિંહ પર આવીને તેમની શોધ પૂરી થઈ. બંને પરિવારોની સહમતિથી તેજપાલ અને કવિતાના લગ્ન થયા. વિજય ચંદ અને કમલાએ પોતાની દીકરીની જેમ કવિતાને નમ આંખે વિદાય કરી. વિજય ચંદે જણાવ્ય હતુ કે, તેમણે હંમેશાં પોતાની વહૂને દીકરી જ માની હતી. તેનો સંસાર ફરીવાર શરૂ થયો એ વાતથી આખો પરિવાર ખૂબ જ ખુશ છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો