નવરાત્રિમાં નાની કન્યાઓનું પૂજન કરવાનું છે અનેરું મહત્ત્વ, જાણો અને શેર કરો

નવરાત્રિમાં નાની કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસોમાં કન્યાઓને સુંદર વસ્તુઓ ભેટ કરવાથી દેવી ખૂબ જ પ્રસન્ન થાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે નાની કન્યાઓને દેવી સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રિમાં તેમની પણ પૂજા કરવામાં આવે છે. નવ દિવસ સુધી કન્યાઓને વિવિધ વસ્તુઓ ભેટમાં આપવી જોઇએ. જાણો કયા દિવસે કઇ વસ્તુનું દાન કરવું.

નવરાત્રિનો પહેલો દિવસઃ-

પહેલાં દિવસે કન્યાને ભેટમાં ફૂલ આપવાં જોઇએ. સાથે જ, કોઇ એક શ્રૃંગાર સામગ્રી આપવી જોઇએ. માતા સરસ્વતીને પ્રસન્ન કરવા સફેદ ફૂલ માતાને અર્પણ કરો.

નવરાત્રિનો બીજો દિવસઃ-

બીજા દિવસે કન્યાને ફળ આપીને તેની પૂજા કરવી. માતા દુર્ગાની કૃપાથી બધી જ સુખ-સુવિધાઓ મેળવવા માંગો છો તો લાલ કે પીળા રંગનું ફળ કન્યાને આપવું. ફળ ખાટ્ટા ના હોય તેનું વિશેષ ધ્યાન રાખવું.

નવરાત્રિનો ત્રીજો દિવસઃ-

નોરતાના ત્રીજા દિવસે કન્યાને મીઠાઈ આપવી જોઇએ. આ દિવસે કન્યાને ઘરમાં ખીર, હલવો કે કેસરી ચોખા ખવડાવશો તો શુભ રહેશે.

નવરાત્રિનો ચોથો દિવસઃ-

ચોથા દિવસે કન્યાને કપડાં આપવાનું મહત્ત્વ છે. તમારી ઇચ્છા પ્રમાણે કન્યાને કપડાં આપી શકો છો. રૂમાલ કે રંગ-બેરંગી રીબન પણ આપી શકાય છે.

નવરાત્રિનો પાંચમો દિવસઃ-

પાંચમાં દિવસે નાની કન્યાઓને પાંચ પ્રકારની શ્રૃંગાર સામગ્રી આપવી જોઇએ. તેમાં ચાંદલો, બંગડી, મહેંદી, વાળ માટે ક્લિપ્સ, સુગંધિત સાબૂ, કાજળ, નેલપોલિશ, પાવડર વગેરે વસ્તુઓ આપી શકાય છે.

નવરાત્રિનો છઠ્ઠો દિવસઃ-

છઠ્ઠા દિવસે બાળકીઓને રમત અને મનોરંજનની સામગ્રી આપવી જોઇએ.

નવરાત્રિનો સાતમો દિવસઃ-

સાતમા દિવસે માં સરસ્વતીની કૃપા મેળવવા માટે કન્યાને શિક્ષણ સામગ્રી આપવી જોઇએ. પેન, સ્કેચ પેન, પેન્સિલ, કોપી, ડ્રોઇંગ બુક, વોટર બોટલ, કલર બોક્સ, લંચ બોક્સ વગેરે વસ્તુઓ આપી શકાય છે.

નવરાત્રિનો આઠમો દિવસઃ-

નોરતાના આઠમા દિવસનું મહત્ત્વ ખૂબ જ વધારે હોય છે. આ દિવસે નાની કન્યાનો સુંદર શ્રૃંગાર તમે કરશો તો દેવી માતા પ્રસન્ન થશે. આ દિવસે કન્યાના પગની પૂજા દૂધથી કરવી જોઇએ. પગમાં ચોખા, ફૂલ અને કંકુ લગાવવું જોઇએ. કન્યાને ભોજન કરાવવું. પૂજામાં દક્ષિણા આપવી.

નવરાત્રિનો નવમો દિવસઃ-

નોરતાના છેલ્લાં દિવસે ખીર-પૂરી કન્યાને ખવડાવવી. તેમના પગમાં અળતો અને હાથમાં મહેંદી લગાવવાથી દેવી પૂજા પૂર્ણ થાય છે. ઘરે હવન આયોજિત કર્યો હોય તો કન્યાઓના હાથે હવન સમિધા કરાવવી. કન્યાઓને એલચી અને પાનનું સેવન કરાવવું. નવરાત્રિના છેલ્લાં દિવસે કન્યાઓને લાલ ચુંદડી ભેટમાં આપવી. દુર્ગા ચાલીસાની પુસ્તકો ભેટ કરો. લાલ રંગનો ડ્રેસ ભેટમાં આપવો. નવરાત્રિમાં આ પ્રકારે પૂજા કરવાથી દેવી પ્રસન્ન થાય છે અને આખું વર્ષ સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યના આશીર્વાદ આપે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો