પાટીદાર કાળુભાઈ વાડોદરિયાનાં પરિવારની પહેલ: અંગદાનથી ચાર વ્યક્તિઓને મળ્યું જીવતદાન

સુરત: મંગળવારે ૨૩મી જાન્યુઆરીએ કોઈ કામે બહાર નીકળેલા કાળુભાઈ કડવાભાઇ વાડોદરિયા ઉ . વ .૬૦ બ્લડ ગ્રુપ : O +ve જેઓનું એક અકસ્માતમાં બ્રેનડેડ થતા તેમના અંગો અન્ય જરૂરીયાતમંદ લોકોને તેમના શરીરના સારી રીતે કાર્યરત અંગો બીજાને મળી રહે તે હેતુથી જી.બી.વાઘાણી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલના ડૉ.ચંદ્રેશ ઘેવારીયાએ ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી કાળુભાઈના બ્રેનડેડ અંગેની જાણકારી આપી. જેને અનુસરીને ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી કાળુભાઈના પુત્રો રમેશ અને રસિક, તેમના ભાઈઓ ઘનશ્યામભાઈ અને અરવિંદભાઈ, ભત્રીજા રજની અને મિલન તેમજ પરિવારના અન્ય સભ્યોને ઓર્ગન ડોનેશન અંગેની સમજણ આપી ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવ્યું.

જેનાથી પ્રેરાઈને કાળુભાઈનાં પરિવારના સભ્યોએ આ કાર્ય પરોપકાર અને અન્યને મદદરૂપ થઇ મૃતકના અંગો થકી બીજાને મદદરૂપ થવાશે તેની સમાજ કેળવાતા તેમણે ડોનેટ લાઈફને આ અંગદાન માટે મંજૂરી આપી. પરિવારજનો દ્વારા મંજૂરી અપાતા નીલેશ માંડલેવાલાએ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડો. પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની તથા લિવરનું દાન લેવા બોલાવી લીધા. જ્યારે અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડો. જમાલ રીઝવી અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. જયારે લોક્દ્રષ્ટિ ચક્ષુબેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ ચક્ષુઓનું દાન સ્વીકાર્યું.

જ્યારે આ દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીઓ સિદ્ધપુરની રહેવાસી મનીષા રમેશચંદ્ર મોદી ઉ.વ. ૩૭ અને લિવર અમદાવાદની રહેવાસી ધૃતિ હાર્દિક કનોજીયા ઉ. વ. ૨૭માં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં ડૉ. પ્રાંજલ મોદી, ડૉ. જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા.

એક પરિવારની વ્યવહારિક સમજણ અને નીલેશ માંડલેવાલા દ્વારા યોગ્ય સમજણ અપાતા કાળુભાઈ કડવાભાઇ વાડદોરીયાનાં પુત્રો રમેશભાઈ અને રસિકભાઈએ એક સ્વચ્છને પારદર્શક નિર્ણય થકી જરૂરિયાતમંદ લોકોને પિતાના ઓર્ગન્સની બીજાને મદદ મળે તેવો નિર્ણય લઇ સામાન્યજન માટે એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો