મંગળવારે આવતી કાળી ચૌદસ પનોતી નિવારવા માટે છે શ્રેષ્ઠ દિવસ, શનિની સાડાસાતી દૂર કરવા માટે કરો હનુમાનજીની સામે પ્રાર્થના

કન્યા રાશિ, સ્વામી બુધ, ચિત્રા નક્ષત્ર, સ્વામી સૂર્ય, મંગળવારના દિવસે કાળી ચૌદશ (નરક ચતુર્દશી) રૂપ ચતુર્દશી દિવાળી પર્વ આવે છે. આ દિવસે મહુડીમાં ઘંટાકર્ણ મહાકાળીનો હવન થાય છે. વિશેષમાં આ દિવસે હનુમાનજી, શનિદેવ, કાળભૈરવ, બટુકભૈરવ, નાકોડા ભૈરવ, ચક્રેશ્વરી પૂજા, ભદ્રકાળી ઉપાસના, ચોસઠ જોગણી, ક્ષેત્રપાલ પૂજા, ઉગ્ર ઉપાસના, યંત્ર પૂજા, તાંત્રિક વિદ્યા, બાધા ઉતારવી બધાનું વિશેષ મહત્વ છે.જાણીતા જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ જણાવે છે કે મંગળ કે શનિવારે આવતી કાળી ચૌદશનું વિશેષ જ્યોતિષશાસ્ત્રમાં મહત્વ ધરાવે છે.

પનૌતી નિવારણ માટે આ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે સંધ્યા સમયે પરિવારમાં મુખ્ય મહિલા જાતક દ્વારા કાળા અડદના વડાં બનાવી એકી સંખ્યામાં વડાં લઈ પાણીના કળશ સાથે નજીકના ચાર રસ્તા આગળ મૂકી કકળાટ કાઢવો અને વિલામોએ ઘરે પરત ફરવું. હાથ-પગ ધોઇ કામકાજ કરવા. વિશેષમાં રાવળે જણાવ્યું હતું કે ગરીબને કાળી વસ્તુનું દાન શાસ્ત્રમાં સમજાવેલ છે. જેમ કે, કાળા કપડાં તલ, અડદ, દેશી ચણા, સરસિયાનું તેલ, મીઠાંના ગાંગડા, લોખંડની ખીલી, શિંગોડા વગેરે ખાઇ શકાય. તેમજ મકર, ધન, વૃશ્ચિકના જાતકોએ નજીકના હનુમાનજી કે શનિદેવના મંદિર જઈ શ્રીફળ વધેરી મનોમન પ્રાર્થના કરવાથી સાડાસાતીમાં રાહત થાય. માનિસક ઉદવેગ અશાંતિ દૂર થાય, જે બાળકો નાના હોય તબિયત તંદુરસ્તી સારી રહેતી હોય કે સમયસર ખાતા-પિતા ન હોય તેના માટે સંધ્યા સમયે જમણા હાથે કાળી દોરી કે ગળામાં માદળિયું બાંધી નજરબંધ દૂર કરી શકાય. શ્રી શૈલેષ ભાઈ શાસ્ત્રી (સંસ્કૃત વિસારદ) જણાવે છે બગલામુખી સાધના કે મહામૃત્યુંજય જાપનું વધારે મહત્વ છે. જે પરિવારમાં સર્વાંગી સફળતા પ્રાપ્ત કરવા માંગતા હોય તેમણે સંધ્યા સમયથી આખી રાત તલના તેલનો જીવો અખંડ ચાલુ રાખવો. વિશેષમાં અહીં નીચે બતાવેલા મંત્ર જાપ અવિરત કરી શકાય.

કાળી ચૌદશના દિવસે ઉગ્રદેવોને શાંત કરી મેળવો દુઃખ-દર્દ અને મુશ્કેલીઓથી છુટકારો

– ऊं शं शनैश्चराय नमः

– ऊं नमो हनुमंते भयभंजनाय सुखं करु फट स्वाहाः

– ऊं बम बटुकाय आवत उध्धारनाय सुखं करुं फट स्वाहाः

– ऊं काळ भैरवाय नमः

– ऊं बंम बंम बटुकाय स्वाहाः

– ऊं चक्रेश्वरी माता की जय

– ऊं कर्ण पिशाचिनी देवी स्वाहाः

– ऊं रिद्धि-सिद्धि कालिका चतुर्दश सुखं करुं फट स्वाहाः

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો