કળિયુગી શ્રવણ: પિતાની કિડનીની બીમારીની વાત સાંભળી મલેશિયામાં નોકરીને ઠોકર મારી યુવાન પિતાની સેવામાં લાગ્યો

આજકાલ કળિયુગમાં પોતાના માતાપિતાનો આજ્ઞાકારી પુત્ર મુશ્કેલ હોય છે. અમુક માતાપિતાની તો ફરિયાદ હોય છે કે તેમનો પુત્ર તેમનું કહ્યું માનતો નથી,ત્યારે ઘોર કળિયુગમાં પણ એવા શ્રવણ જોવા મળે છે જેઓ તેમના માતાપિતા માટે પોતાના સર્વસ્વ ત્યજવા તૈયાર થતા હોય છે. આવો એક કિસ્સો ગોંડલ તાલુકાના પાટખીલોરી ગામમાં બન્યો છે. અહીં સાત સમુંદર દૂર રહેતા પુત્રને પોતાના પિતાની કિડનીની બિમારી વિશે ખબર પડતા એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર વિદેશી નોકરીને લાત મારીને સ્વદેશ પાછો ફર્યો હતો.

આ ઘટનામાં થોડા સમય પહેલા ગોંડલ તાલુકાના પાટખીલોરી ગામનો યુવક એન્જિનિયરિંગનો અભ્યા પુરો કરીને મલેશિયા નોકરી માટે ગયો હતો. ભગવાનની દયાથી બધુ સરખું ચાલતું હતું. પરંતુ એક દિવસ પોતાના પિતાની કિડનીની બિમારીને જાણ થઇ હતી, ત્યારે યુવકે પિતાની સેવાકાજે નોકરીને ઠોકર મારીને પાછો ગુજરાત પાછો ફર્યો હતો.

આ ઘટનામાં એવું જાણવા મળી રહ્યું છે કે, વિદેશમાં પુત્ર હોવાથી તેને માતાપિતાની યાદ આવતા તેની વીડિયો કોલ કરીને માતાપિતા સાથે વાત કરતો હતો. પરંતુ એક દિવસ પિતાની સાથે વાત કરતા પિતાનો ચહેરો નાદુરસ્ત જણાયો હતો. ત્યારબાદ પુત્રના મનમાં અનેક સવાલો સળવળ્યા હતા, તેને પિતાને પુછ્યું પરંતુ વિદેશમાં પુત્ર દુ:ખી ના થાય તેના માટે પિતાએ પોતાની બિમારી છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ પુત્રના મનમાં અનેક સવાલો સળવળી રહ્યા હતા, તેણે લાગ્યું કે પરિવારજનો કંઇ કહેશે નહીં, એટલે તેણે પોતાના ગામમાં રહેતા પાટખીલોરીના મિત્રને ફોન કરીને સઘળી માહિતી પુછી હતી. ત્યારબાદ મિત્રએ સઘળી હકીકત જણાવી હતી. હકીકત જાણ્યા પછી તો પુત્રએ એક મિનિટ પણ વિદેશની ભૂમિ પર રહેવાનો વિચાર માંડી વાળ્યો હતો, તેને દુખી થઇને તાત્કાલિક નોકરીને ચિંતા કર્યા વગર બધુ છોડીને ગુજરાત પાછો ફર્યો હતો.

છેલ્લે મળતી માહિતી પ્રમાણે, મલેશિયાના પેનાંગમાં નોકરી કરતા યુવકનું નામ જયદીપ જયસુખભાઇ ગજેરા જાણવા મળી રહ્યું છે. પુત્ર ગોંડલ આવ્યા બાદ કિડનીની બીમારીથી પીડાતા પિતાને ગોંડલ, રાજકોટ, અમદાવાદ સહિત ગુજરાતભરની હોસ્પિટલમાં પૈસાને પાણીની જેમ વાપરી સારવાર કરાવી હતી. પરંતુ આ સમય દરમિયાન ઘરની કફોડી પરિસ્થિતિ થઈ જવા પામી હતી. પરંતુ ભગવાન કોઇને મદદ માટે મોકલતો હોય છે. આખરે મોટી દોડાદોડ કર્યા બાદ સરકારી તંત્રને ઘમરોળવામાં આવ્યું હતું અને આખરે યુવાનને પિતાની સારવાર માટે બીપીએલ કાર્ડ મળી જવા પામ્યું હતું. અને પિતાની બિમારીની સારવાર કરાઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશમાં રહેતા કે નોકરી કરતા ઘણા લોકો સ્વજનના નિધન પછી પણ વતન આવતા નથી ત્યારે પાટખીલોરીના આ યુવાને માતા-પિતાની સેવા માટે લાખેણી નોકરીને ઠુકરાવી દઇ સમાજને પ્રેરણા રૂપી કાર્ય કરી બતાવ્યું છે. માતા-પિતાની સેવામાં જે સુખ છે તે સુખ મને મલેશિયાની નોકરીમાં નહીં મળે, યુવાને પિતાના ઇલાજ માટે દિવસ-રાત એક કર્યા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો