જવ્વાદ પટેલે હવામાંથી પાણી બનાવવાનું મશીન બનાવ્યું, 12 વર્ષની ઉંમરમાં જ જનરેટર બનાવી દીધું હતું

મુંબઈ: તેના બાળપણના પહેલા મિત્રનું નામ ટોની હતું. ટોની કોઈ છોકરો નથી પણ એક સ્ક્રૂ ડ્રાઈવર હતું. મહારાષ્ટ્રના અકોલામાં રહેતો હતો. ઉંમર પણ 12 વર્ષ. અભ્યાસ કરતા અનેકવાર વીજળી જતી રહે. મુશ્કેલી વધી તો આટલી ઉંમરે સાઇકલથી નાનું જનરેટર બનાવી દીધું. અહીંથી તેમના મનમાં અનેક પ્રકારના આવિષ્કાર કરવાની ઈચ્છા જાગી.

લોકો તેમને બોલિવૂડ ફિલ્મ થ્રી ઈડિયટ્સના ફુગસુક વાંગડૂ પણ કહે છે

અહીં વાત થઈ રહી છે તાજેતરમાં વેલ્લોર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીથી યંગ ઈનોવેટર એવોર્ડ મેળવનાર જવ્વાદ પટેલની. હૈદરાબાદના જવ્વાદના રસપ્રદ અને ઈનોવેશનને જોતાં લોકો તેમને બોલિવૂડ ફિલ્મ થ્રી ઈડિયટ્સના ફુગસુક વાંગડૂ પણ કહે છે. તેમને તાજેતરમાં ભારત સરકાર દ્વારા નેશનલ એવોર્ડ ફોર એક્સલન્સ ઈન રિસર્ચ એન્ડ ઈનોવેશનથી પણ સન્માનિત કરાયા.

તેમણે આ સોલર કાર પણ બનાવી છે, જે એક ચાર્જિંગમાં 100 કિમી ચાલે છે

15 મિનિટની ઊંઘ વધારે મળે તે માટે તેણે મોબાઈલની મદદથી એક સર્કિટ તૈયાર કરી

24 વર્ષીય જવ્વાદ દુષ્કાળગ્રસ્ત ક્ષેત્રમાં પાણીની સમસ્યાને સમાપ્ત કરવા માટે હવાની ભેજમાંથી પાણી બનાવવાની મશીન બનાવી ચૂક્યા છે. લગભગ 60 હજાર રૂપિયામાં બનેલું મશીન એક કલાકમાં 2 લિટર પાણી બનાવી લે છે. તેની તેમણે પેટન્ટ પણ કરાવી રાખી છે. તે કહે છે કે હું જ્યારે 10મા ધોરણમાં હતો ત્યારે માતા મને સવારે 5 વાગ્યે ઊઠાડી દેતી હતી. 15 મિનિટની ઊંઘ વધારે મળે તે માટે તેણે મોબાઈલની મદદથી એક સર્કિટ તૈયાર કરી હતી જે પથારી પર ઊંઘતા ઊંઘતા જ ગિઝર ઓન કરી આપતી હતી. પછી નહાતા-નહાતા એક કમાન્ડથી ટોસ્ટર પણ ચાલુ કરી દેતા હતા.

ફિંગરપ્રિન્ટ સેન્સર લોકવાળી સિક્યોરિટી સિસ્ટમ તથા સેન્સરયુક્ત હેલમેટ પણ બનાવી ચૂક્યો છે

અકોલામાં શરૂઆતના અભ્યાસ બાદ જવ્વાદ ઔરંગાબાદ જતો રહ્યો. ત્યાં ફિંગરપ્રિન્ટ સેન્સર લોકવાળી સિક્યોરિટી સિસ્ટમ તૈયાર કરી. જવ્વાદ અગાઉ સેન્સરયુક્ત હેલમેટ પણ બનાવી ચૂક્યો છે. હેલમેટનું સેન્સર બાઈકના સેન્સરથી જોડાયેલું હોય છે. તેનાથી જ્યારે વ્યક્તિ હેલમેટ ન પહેરે તો બાઇક સ્ટાર્ટ જ ના થાય. જો વ્યક્તિએ દારૂ પીધો છે તો પણ બાઈક સ્ટાર્ટ ન થાય. આવી જ રીતે તમે બાઈક ચલાવતી સમયે મોબાઈલ પર વાત કરતા રહેશો તો 3 ચેતવણી બાદ બાઈક બંધ થઇ જશે. આ હેલમેટની જવ્વાદે પેટન્ટ પણ કરાવી લીધી છે. ઉપરાંત જવ્વાદ ખેતી, સ્વાસ્થ્ય અને પર્યાવરણને લઇને અનેક ડિવાઈસ તૈયાર કરી ચૂક્યો છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો