જાપાનની મહિલાએ તેના દેશમાં ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશને લોકો સુધી પહોંચાડવા માટે માઈક્રોસોફ્ટ કંપનીની નોકરી છોડી દીધી. ગીતાનું જ્ઞાન વહેંચવું જ લક્ષ્ય છે

8 ડિસેમ્બરને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આપણા દેશમાં તો ગીતાનું અનેરૂ મહત્ત્વ છે જ પણ વિદેશોમાં પણ તેટલું જ મહત્ત્વ છે. જાપાનની એક મહિલાએ તેના દેશમાં ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશને લોકો સુધી પહોંચાડવા માટે માઈક્રોસોફ્ટ કંપનીમાં નોકરી છોડી દીધી. એક અજાણ્યા વ્યક્તિએ તેને ગીતા ગિફ્ટમાં આપ્યા પછી તેનું જીવન બદલાઈ ગયું.

રેલવે સ્ટેશન પર એક યુવકે ગીતા આપી

રીકો પોતાનો સ્કૂલ અભ્યાસ પૂરો કરીને કોમર્સના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ચાલી ગઈ. ત્યારબાદ તેને જાપાની અને અંગ્રેજી ટ્રાન્સલેટર તરીકેની માઈક્રોસોફ્ટમાં જોબ લાગી. એક દિવસ ટોક્યો રેલવે સ્ટેશન પર અજાણ્યા વ્યક્તિએ રીકોને જાપાની ભાષામાં ગીતા આપી. ગીતા વાચ્યા પછી રીકોને ભારતીય સંસ્કૃતિમાં ઘણો રસ પડ્યો. તેણે ભારતના તમામ ધાર્મિક ગ્રંથ વાંચવાનું શરુ કરી દીધું.

જાપાની રીકોએ ભારતીય યુવક મહેશ સાથે હિન્દુ લગ્ન વિધિથી લગ્ન કર્યાં

રીકોએ કહ્યું લે, ટોક્યો ડિઝની દરમિયાન મારી મુલાકાત દિલ્હીના મુકેશ સાથે થઈ હતી. મુકેશ ભારતથી આવેલ કપડાં જાપાન વેચતો હતો. અમારા બંનેની મુલાકાત થઈ. મુકેશને જાપાની ભાષા આવડતી નહોતી પણ મેં શીખવાડી દીધી. મુકેશ અને રીકોએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું. બંનેના પરિવારો આ લગ્નથી વિરુદ્ધ હતા પણ અમે મનાવી લીધા. અમે દિલ્હીમાં હિન્દુ લગ્ન વિધિથી લગ્ન કર્યા. હું ભારત આવી ગઈ. વર્ષ 2005માં મેં દીકરાને જન્મ આપ્યો તેનું નામ અમે અર્જુન આપ્યું છે.

ગીતા હંમેશાં રીકોની સાથે જ હોય છે

રીકોએ ભારતીય દર્શનનું મુકેશને કહ્યું. મુકેશે તેને ઓરિસ્સાના ગુરુ એમકે પાંડા સાતેહ મેળાપ કરાવ્યો. રીકોએ તેમની પાસે ગીતા, વેદ, યોગ અને અન્ય ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો. રીકોને ભારતીય સઁસ્કૃતિ એટલી બધી ગમી ગઈ કે તેણે માઇક્રોસોફ્ટ જેવી કંપનીમાં નોકરી છોડી દીધી અને જાપાનમાં ગીતા, વેદ અને રામાયણનું જ્ઞાન વહેંચવાનું શરુ કર્યું. તે હાલ જાપાનમાં અલગ -અલગ જગ્યાએ યોગ ઇન્સ્ટિટ્યૂટમાં ભારતીય ધાર્મિક ગ્રંથો સમજાવે છે અને હંમેશાં પોતાની સાથે ગીતા રાખે જ છે.

ગીતાનું જ્ઞાન વહેંચવું જ રીકોનું લક્ષ્ય છે

રીકોએ જણાવ્યું કે, જાપાનમાં અત્યાર સુધી 70 લાખથી પણ વધારે લોકો યોગ સાથે જોડાયા છે. ઘણી જગ્યાએ ગીતા, મહાભારત, રામાયણ અને અન્ય વૈદક ગ્રંથનું જ્ઞાન આપવામાં આવે છે. માત્ર ટોક્યોમાં 150 યોગ કેન્દ્ર આવેલ છે. ઇસ્કોન જેવી સંસ્થા પણ ગીતાના પ્રચાર માટે જાપાનમાં કામ કરી રહી છે. ગીતાનો જાપાની ભાષામાં સરળ અનુવાદ 200 રૂપિયામાં મળી જાય છે. ભારતીય ધાર્મિક ગ્રંથમાંથી મને જીવનમાં ઘણું શીખવા મળ્યું છે અને હું જેમ બને તેમ આ જ્ઞાન વધારે લોકો સુધી પહોંચાડવા સુધી માગું છું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો