અંબાજી મંદિરથી લઇ સાપુતારા હિલ્સ બનાવનાર આ પટેલ છે વિશ્વભરમાં પ્રસિદ્ધ

ઇ.સ.1971માં સૌ પ્રથમ વખત સિદ્ધપુરના વતની અને મંદિરના મુળ પુજારીઓની મંદિરના જિણોદ્ધારની વાત સરકાર સુધી પહોંચી. સરકાર દ્નારા કલેક્ટરની અધ્યક્ષતા નીચે કમિટીની રચના કરાઇ જેમાં જે.ટી.પટેલ મેમ્બર હતા. આ મંદિરના જિણોદ્ધાર વાત થતા જ જે.ટી.પટેલે સરકાર પાસે જે તે વખતે છ મહિનાનો સમય માંગી પ્રાયોગિક ધોરણે કામગિરી કરવાની શરૂઆત કરી. તેઓ પ્રથમ વાર મુખ્ય મંદિર કોઠારના અડકતી ધર્મશાળાના ટ્રસ્ટીઓ સાથે વાત કરી ‘અમે મોટું મંદિર બનાવવા માંગીએ છીએ શું આપનો સાથ છે’ તરત ટ્રસ્ટીઓએ હા પાડી. આમ કરતા કરતા માત્ર ચાર મહિનામાંજ નજીકના બધા જ રહીશો સામેથી પોતના ઘર મંદિરને આપી દેવાની તૈયારી દર્શાવી. વિશેષતા એ હતી કે ઘર અને જગ્યા આપવા લોકો લાઇનમાં લાગ્યા હતા.

જમનાદાસ પટેલે જુના મંદિરની ઉપર નવા મંદિર બનાવવાની પ્રથમ ડિઝાઇન તૈયાર કરી.

વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરની મુખ્ય વિશેષતાઓ..

* જુના મંદિરના પ્રદક્ષીણા કરો તો નવા મંદિરના સ્તંભ તમારી પ્રદક્ષીણા કરતા હોય તેવું લાગે
* મંદિર રાજસ્થાનની સફેદ આરસપાણથી બનેલું છે
* માત્ર ગુજરાતના કારીગરોએ મંદિરનું કામ કર્યું હતું

* જુનું મંદિર નવા મંદિરની અંદર હોય તેવું લાગે છે
* મંદિરને 100થી વધારે વર્ષ સુધી વાતાવરણની કોઇ અસર થશે નહિં
* ડિઝાઇન વખતે વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં નહોતું લેવાયું છતા શાસ્ત્રો વત્ત ડિઝાઇન.

101 વર્ષીય આર્કિટેક જમનાદાસ પટેલ.

મળો જમનાદાસ પટેલને રૂબરુ..

* તેઓની હાલની ઉંમર 101વર્ષની છે
* તેઓ અમદાવાદના લો-ગાર્ડન વિસ્તારમાં ‘કાદમ્બરી’ બંગલોમાં 91 વર્ષીય પત્ની સાથે રહે છે

* જે વખત મંદિર બન્યું ત્યારે તેઓ ગુજરાતના ચીફ ટાઉન પ્લાનર હતા
* આ સાથે તેમણે સાપુતારા હિલસ્ટેન પણ બનાવ્યું છે
* ઇસરોને ગુજરાતમાં લાવ્યા હતા.

જમનાદાલ પટેલે સિદ્ધપુરના પુજારીઓની વિનંતીથી જુના મંદિરની ઉપર નવા મંદિર બનાવવાની પ્રથમ ડિઝાઇન તૈયાર કરી.
ઇસરોને ગુજરાતમાં લાવ્યા હતા
જમનાદાસ પટેલ તેમના ધર્મપત્ની સાથે
અંબાજી મંદિર
જમનાદાસ પટેલ
જમનાદાસ પટેલ તેમના ધર્મપત્ની સાથે..

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો