2 વર્ષની બાળકીને લઈને અડધી રાતે અચાનક પેટ્રોલિંગ પર નીકળી આ મહિલા IPS, જુઓ પછી શું થયું

ઈન્દોરની એસએસપી રૂચિ વર્ધન મિશ્ર મોડી રાતે એકાએક તપાસ કરવા માટે નીકળી પડી, તે ખોળામાં તેની 2 વર્ષની બાળકીને પણ લાવી હતી. પોલીસ આ દરમિયાન શહેરથી 20 કિલોમીટર દૂર એક અન્ય પોલીસ સ્ટેશન સુધી ગઈ. મા તેની ડ્યૂટી પર હતી અને ખોળામાં સહીસલામત તેની બાળકી મીઠી નિંદર માણી રહી હતી.

એક ખભા પર બાળકીને રાખી 20 કિમી સુધી કર્યું પેટ્રોલિંગ, પોલીસ સ્ટાફની સમસ્યાઓ પણ સાંભળી

20 કિમી સુધી કર્યું પેટ્રોલિંગ

– એસએસપી આ દરમિયાન શહેરથી 20 કિલોમીટર દૂર દેહાત વિસ્તારના પોલીસ સ્ટેશન સુધી ગઈ, ત્યાં 45 મિનિટ રોકાઈને પોલીસ સ્ટેશનના અધિકારી સહિત આખા સ્ટાફની જાણકારી અને રેકોર્ડ ચકાસ્યો.

– લોકસભા ચૂંટણી અને હોળીનો તહેવાર હોવાના કારણે પોલીસ સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કાઢી રહી છે.

– આઈપીએસ ઓફિસર અને એસએસપી રુચિ વર્ધન મિશ્ર તેના સ્ટાફની જાણકારી લેવા માટે પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ રહી છે.

પોલીસ સ્ટાફની સમસ્યાઓ સાંભળી

– એસએસપી રુચિએ પોલીસ સ્ટાફની સમસ્યાઓ પણ સાંભળી હતી.

– સ્ટાફને કહ્યું, પોલીસની કાર્યપ્રણાલીથી સામાન્ય જનતાને પરેશાની ન થાય તેના પર ખાસ ધ્યાન આપવામાં આવે.

– એસએસપીએ કહ્યું, નંબર વગરની ગાડી ચલાવી રહેલા વાહન ચાલકો સાથે કડકાઈથી રજૂ થાય અને પેન્ડિંગ કેસો ઝડપથી પૂર્ણ કરે.

સ્ટાફને આપ્યા આ આદેશ

– તેમણે પોલીસ સ્ટેશન અધિકારીને આદેશ આપ્યા કે ધરપકડ અને સ્થાનિક વોરંટિઓની ધરપકડ માટે કડકાઈથી કામ કરે.

– એસએસપી રુચિ વર્ધન મિશ્રએ સ્ટાફને આદેશ આપ્યો કે તે વોરંટ પર પણ કડકાઈથી કામ કરે.

– પોલીસ સ્ટાફને કાયદો-વ્યવસ્થા બનાવી રાખવાના આદેશ કડકાઈથી આપતા એસએસપી આગળ જવા રવાના થઈ ગયા.

રુચિ વર્ધન ઈન્દૌરની પહેલી મહિલા એસએસપી છે. ફેબ્રુઆરીમાં, તેને આ જવાબદારી સોંપવામાં આવી હતી. ચૂંટણી પહેલાં, મધ્યપ્રદેશમાં પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં ઈન્દૌરના ભૂતપૂર્વ એસએસપી, હરિનારાયણચારી મિશ્રને હટાવીને રુચિને આ કામણ સોંપવામાં આવી હતી. રુચિ આ અગાઉ ખંડવાના એસપી હતા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો