પિતા ગુમાવનાર બાળકને IPS કે.જી.ભાટીએ ઉછેરવાની જવાબદારી લીધી પણ માં અને ભણતરમાં બાળકે માંને મહત્વ આપી ભણવાનુ છોડી દીધું

કહેવાય છે કે ગરીબનું કિસ્મત ગરીબ હોય છે. સુરત પાસે એક વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું ત્યારે એક માસુમ બાળક પિતાની લાશ પાસે રડી રહ્યું હતું. આ જોઇને ત્યાં ઉભેલા તમામની આંખો ભરાઇ આવી હતી. બાળકને રડતું જોઇને ત્યાં તપાસ માટે આવેલા IPS અધિકારી કે.જી. ભાટીએ આ બાળકને ભણાવવા માટે કહ્યું હતું. IPS અધિકારીએ તપાસ કરી તો આ બાળકની માતા જ તેનો આશરો હતી, પરંતુ તે બોલી અને સાંભળી શકતી ન હતી. બાળકને ભણાવવા માટે અધિકારી સતત મદદ કરતા રહ્યા અને આ દરમિયાન તેમની બદલી થઇ ગઇ. થોડા દિવસ પછી તેઓ બાળકની ભાળ મેળવવા માટે તેમના ગામ ગયા તો જાણવા મળ્યું કે બાળકે ભણવાનુ છોડી દીધુ અને નાનું-મોટું કામ કરવા લાગ્યો હતો.

પિતાના મૃત્યુ બાદ બાળક પર માં અને મામાની જવાબદારી આવી ગઈ

બાળક નાનો હતો અને તેની સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે તેના પિતાના મોત બાદ તેના ઘરનું નિર્વાહ તેના મામા કરતા હતા. તે પણ ટ્રેન નીચે આવી જતા તેમના બન્ને પગ કપાઇ ગયા છે. હવે માતાની સાથે તેના મામાની પણ જવાબદારી તેના માથે આવી ગઈ હતી. જેથી તેણે નાનુ મોટું કામ કરવાનુ શરૂ કર્યું.

બાળકે કહ્યું ‘સાહેબ હું નહી કમાઉ તો મારી માતા અને મામા જીવી નહી શકે’. આ સાંભળીને IPS અધિકારી પણ સમસમી ઉઠ્યા અને તેને બાળકની વધુ મદદ કરવા માટે જણાવ્યું હતું. પણ બાળકે માંને છોડીને ક્યાંય જવાની ના પાડી દીધી. આજે પણ આ બાળક તેની માતાની સેવા કરી રહ્યો છે. જ્યારે IPS અધિકારી દર વર્ષે તેને અને તેના પરિવારને કપડા અને નાની મોટી મદદ પહોંચાડે છે.

હું દર વર્ષે ભણવાની વસ્તુઓ અને કપડા મોકલતો: કે.જી.ભાટી

અત્યંત ભાવનાત્મક વાત કરતા આઇપીએસ અધિકારી કે જી ભાટીએ જણાવ્યું હતું કે, ‘માર્ગ અકસ્માતમાં એક ટ્રેક્ટર ચાલકનું મોત નીપજ્યું હતું. આ મૃતકના માસુમ બાળકની જવાબદારી ઉઠાવી શકે તેમ કોઇ જ ન હતું. આ બાળકનું નામ મેહુલ છે. મેહુલના પિતાના મોત સમયે તે બહુ સમજી શકે તેમ ન હતો. તે સમયે મે તેના ભણવાની જવાબદારી ઉઠાવી હતી અને તેને મદદ કરવાની તૈયારી બતાવી હતી. હું દર વર્ષે તેને ભણવાની વસ્તુ અને કપડા મોકલતો હતો. મેહુલની માતા બોલી કે સાંભળી શકતી નથી. પિતાના મોત બોદ મેહુલને લઇને તેની માતા તેના ભાઇના ઘરે ઓલપાડ તાલુકાના કંથરાજ ગામમાં રહેતી હતી. મેહુલ સતત દેખરેખ રાખવા માટે મે ગામના સરપંચને પણ જાણ કરી હતી. અને તેની મદદ કરવા માટે પણ જણાવ્યું હતું.

ત્યારબાદ મારી બદલી ATSમાં થઇ ગઇ હતી. ત્યાં હુ એક દિવસ કામથી સુરત ગયો હતો. ત્યાંથી મે મેહુલની ખબર જાણવા માટે પ્રયાસ કર્યો હતો. મેહુલને મળવા માટે હું કંથરાજ પહોંચ્યો હતો. તે સમયે મેહુલ 13 વર્ષનો હશે. મેહુલ વિશે મને જાણવા મળ્યું કે તેણે ભણવાનુ છોડી દીધુ અને રોજ નાનું-મોટું કામ કરે છે. તેથી મે મેહુલને મળવાનો પ્રયાસ કર્યો. મેહુલ મારા વિશે કઈ જાણતો ન હતો. ત્યારે મેહુલને મે ભણવાનું કેમ છોડી દીધુ તે વિશે પુછ્યું હતું.

મારી માં અને મામાને જીવાડવા માટે કામ કરું છું: બાળક

મેહુલે કહ્યું, સાહેબ મારા ઘરમાં મારી માંની તબિયત સારી રહેતી નથી. જ્યારે મારા મામા ઘરનું પુરૂ કરતા હતા. પરંતુ એક દિવસ તેઓ ટ્રેન નીચે આવી જતા તેમના બન્ને પગ કપાઇ ગયા છે. હવે મારા ઘરનુ ગુજરાન ચલાવવા માટે મારે રોજ 100 રૂપિયા કમાવવા જરૂરી છે. અને તેમ ન કરૂ તો મારી માં અને મારા મામા બચી નહી શકે. આ સાંભળીને મને ખૂબ જ દયા આવી ગઇ અને મે મેહુલને હોસ્ટેલમાં મૂકવાની અને અન્ય મદદ કરાવાની તૈયારી બતાવી હતી. પરંતુ તેણે કહ્યું કે હું મારી માં અને મામાને જીવાડવા માટે કામ કરી રહ્યો છું. તે માટે મારે ભણવાનો ત્યાગ આપવો પડે તો કંઇ નહીં. હું મારી માં સાથે જ રહીશ. આઇપીએસ અધિકારી કે.જી.ભાટી દ્વારા બીજી વખત મેહુલને મળવા ગયા ત્યારે તે મેહુલ મોટો થઇ ગયો છે. અને હાલ તે તેની માતાની સેવા કરી રહ્યો છે. તેણે કહ્યું કે હવે તે નાનું-મોટું કમાઈને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો