આ નાનકડી ઘટના તમને જીંદગીનો એક મોટો પાઠ શીખવાડી દેશે

એક 15 વર્ષનો છોકરો રેલવે પ્લેટફોર્મ પર પાણી વેચતો હતો. તેનાથી તેનો ગુજારો થતો હતો. એક દિવસ જ્યારે તે પાણી વેચી રહ્યો હતો ત્યારે ટ્રેનમાં બેઠેલા એક શેઠે તેને અવાજ આપ્યો અને નજીક આવવા માટે કહ્યુ. છોકરો દોડીને શેઠ પાસે પહોંચ્યો. છોકરાએ પાણીની બોટલ શેઠની તરફ વધારી તો શેઠે પૂછ્યુ – કેટલા રૂપિયા? છોકરાએ કહ્યુ – 10 રૂપિયાની 1 બોટલ. શેઠે તેને કહ્યુ – 7 રૂપિયામાં આપીશ?

એક છોકરો રેલવે પ્લેટફોર્મ પર પાણીની બોટલ વેચતો હતો, એક દિવસ ટ્રેનમાં બેઠેલા શેઠે તેને બોલાવ્યો અને બોટલનો ભાવ પૂછ્યો, છોકરાએ કહ્યુ – 10 રૂપિયાની બોટલ, શેઠે કહ્યુ – 7 રૂપિયામાં આપીશ શું? શેઠની વાત સાંભળીને છોકરાએ શું કર્યુ?

શેઠની વાત સાંભળીને છોકરો હળવેથી હસ્યો અને પાણીની બોટલ લઈને આગળ વધી ગયો. શેઠ પાસે એક સંત બેઠા હતા. તેમણે આ પૂરી ઘટના જોઇ. તેમના મનમાં આવ્યું કે છોકરો હસ્યો કેમ, તેની પાછળ જરૂર કોઈ રહસ્ય હશે. મહાત્મા ટ્રેનમાંથી ઉતર્યા અને તે પાણી વેચવાવાળા યુવકની પાછળ-પાછળ ગયા. થોડી દૂર જઈને તેમણે છોકરાને રોક્યો અને કહ્યુ – શેઠે જ્યારે પાણીનો ભાવ કર્યો તો તું હસ્યો કેમ હતો?

છોકરો બોલ્યો – મહારાજ, મને હસવું તો એટલે આવ્યું કે શેઠજીને તરસ તો લાગી જ ન હતી. તે તો માત્ર બોટલનો ભાવ પૂછી રહ્યા હતા. મહાત્માએ પૂછ્યુ – તને કેમ એવું લાગ્યુ કે શેઠજીને તરસ નહોતી લાગી? છોકરાએ જવાબ આપ્યો – મહારાજ, જેને ખરેખર તરસ લાગી હોય તે ક્યારેય પાણીનો ભાવ નથી પૂછતા. તે તો બોટલ લઈને પહેલા પાણી પીવે છે. પછી પૂછે છે કે કેટલા રૂપિયા આપવાના છે?

પહેલા કીમત પૂછવાનો અર્થ થયો કે તરસ લાગી જ નથી. સંતેને પણ છોકરાની વાત સમજમાં આવી ગઈ અને તે ફરીથી ટ્રેનમાં જઈને બેસી ગયા.

લાઇફ મેનેજમેન્ટ

દરેક વ્યક્તિ જીવનમાં કંઈક હાંસલ કરવા ઈચ્છતો હતો. કેટલાક લોકો હોય છે જે તર્ક કર્યા વિના પોતાના લક્ષ્યની પાછળ લાગી જાય છે અને તેને મેળવી જ જંપે છે. કેટલાક લોકો હોય છે જે દરેક વસ્તુમાં ખામી કાઢતા રહે છે અથવા સમજવા-વિચારવામાં જ ગૂંચવાયેલા રહે છે. વાસ્તવમાં તે લક્ષ્ય હાંસલ જ નથી કરવા ઈચ્છતા, તે માત્ર વાતોમાં જ ગૂંચવાયેલા રહી જાય છે. જે સમજવા-વિચારવામાં ગૂંચવાયેલા રહે છે, વાસ્તવમાં તે પોતાનો લક્ષ્ય હાંસલ કરવા જ નથી ઈચ્છતા..

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો