ડિપ્રેશનમાં ગયેલા લોકોની વાત સાંભળવા 22 વર્ષના એન્જિનિયરિંગ સ્ટૂડન્ટની અનોખી પહેલ, ‘તમે મને તમારી સ્ટોરી જણાવો, હું તમને 10 રૂપિયા આપીશ.’

પુણે શહેરના ફરગ્યુસન કોલેજ રોડ પર 22 વર્ષનો એક એન્જિનિયરિંગનો વિદ્યાથી એક પ્લેકાર્ડ લઈને ઊભો રહે છે. જેના પર લખવામાં આવ્યું હોય છે, ‘તમે મને તમારી સ્ટોરી જણાવો, હું તમને 10 રૂપિયા આપીશ.’ તે જોઈને ત્યાંથી પસાર થતા લોકોની નજર થોડીક સેકન્ડ માટે તેના પર રોકાય જાય છે અને ચાલીને જતા લોકોના સ્પીડ આપોઆપ જ ઘટી જાય છે. જ્યારે લોકો તેની પાસે જાય છે, ત્યારે તેને આખી વાત સમજાય છે.

પ્લેકાર્ડ લઈને ઊભો રહેનાર આ શખ્સનું નામ છે રાજ ડાગવાર, જે પુણેની જ PICT કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના ફાઈનલ યરના સ્ટૂડન્ટ છે. મૂળરૂપે નાગપુરના રાજની ફેમિલી દુબઈમાં રહે છે અને તે અહીં રહીને પોતાનો અભ્યાસ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકોને આ પહેલ ઘણી જ પસંદ પડી રહી છે.

રાજ કહે છે, ‘આપણી આજુબાજુ એવા ઘણાં લોકો છે, જેઓ એકલા પડી ગયા છે. ઘરમાં રહીને તેઓ પોતાની વાત કોઈ પોતાના હોય તેવા લોકો સાથે શેર નથી કરી શકતા અને અંદરોદર જ શોષાયા કરે છે. લોકડાઉન દરમિયા સ્થિતિ વધુ વણસી છે. અનેક લોકો એકલાપણાંને કારણે ડિપ્રેશનમાં ચાલ્યા ગયા છે.’

રાજ કહે છે, ‘દરેક ઈન્સાન પોતાના દિલની વાત કહેવા માટે કોઈ ખાસ શખ્સ પર પસંદગી કરે છે. જેની સાથે તેઓ બધું જ શેર કરી શકે, કે જેથી મનનો ભાર કંઈક અંશે હળવો થઈ શકે અને યોગ્ય સલાહ મળી શકે. પરંતુ, જરૂરી નથી કે દરેક વ્યક્તિ નસીબવંતી હોય કે તેમની પાસે સારા મિત્રો કે કોઈ એવા હોય જેની સામે તેઓ પોતાનું દિલ ખોલીને વાત કરી શકે.’

ઈન્સ્ટાગ્રામ પર આવી જ એક પોસ્ટ જોઈને પુણેમાં કરી હતી શરૂઆત રાજ જણાવે છે, ‘4 ડિસેમ્બરની રાત્રે જ્યારે હું ઈન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કરી રહ્યો હતો, તો મેં એક પેજ પર એક પોસ્ટ જોઈ. જ્યાં લખ્યું હતું, ‘ટેલ મી યોર સ્ટોરી, એન્ડ આઈ વિલ ગિવ યૂ વન ડોલર.’ મને આ કોન્સેપ્ટ ઘણો સારો લાગ્યો અને મેં તેને શેર કરતા તે નક્કી કર્યું કે બીજા દિવસથી હું પણ આવું જ કંઈક કરીશ. બસ, પછી શું હતું, મેં એક પ્લેકાર્ડ તૈયાર કર્યું અને સાંજે સ્ટ્રીટ પર જઈને ઊભો રહી ગયો. હું સાજે 6 વાગ્યાથી રાત્રે 10-11 વાગ્યા સુધી ત્યાં ઊભો રહુ છું અને લોકોની વાતો સાંભળુ છું.’

રાજ વધુમાં કહે છે કે, ‘આજે દરરોજ લગભગ 15થી 20 લોકો મને પોતાની વાત જણાવવા માટે રોકાય છે. કેટલાંક લોકો તે માત્ર એ જાણવા માટે રોકાય છે કે હું આ રીતે કેમ ઊભો છું. કેટલાંક લોકોને લાગે છે કે હું 10 રૂપિયા માંગી રહ્યો છું અને તે મને પૈસા આપીને જતા રહે છે. ત્યારે હું તેમને આરામથી સમજાઉ છું કે હું શું કહેવા માંગુ છું.’

રાજે કહ્યું કે, ‘હું પણ મારી લાઈફમાં ડિપ્રેશનમાંથી પસાર થઈ ગયો છું. વર્ષ 2019માં મારી પણ સ્થિતિ આવી જ થતી હતી કે હું મારી વાત કોઈને શેર કરી શકતો ન હતો. મારી કોલેજના એક ટીચર મારા વ્યવહારને જોઈને સમજી ગયા કે હું ડિપ્રેશનમાં છું, તો તેઓએ મારી મદદ કરી. તેઓએ મને એક મનોચિકિત્સકની પાસે મોકલ્યો, મેં તેમને મારી પૂરી વાત જણાવી અને તે પછી મને ઘણું જ સારૂ લાગવા લાગ્યું.’

તે કહે છે કે, ‘જ્યારે હું રસ્તા પર જઈને લોકોની વાતો સાંભળવાનું શરૂ કર્યું તો, મેં મારા પેરેન્ટ્સને આ અંગે કંઈ જણાવ્યું ન હતું. પરંતુ થોડાં દિવસ પછી સોશિયલ મીડિયા અને આર્ટિકલથી તેમને જાણ થઈ ગઈ, ત્યારે તેમનો ઘણો જ સારો રિસ્પોન્સ મળ્યો હતો.’

રાજ કહે છે કે, ‘હાલ તો પ્રિપરેશન લીવ ચાલી રહી છે, તેથી દરરોજ પાંચ કલાક સુધી લોકોની મદદ કરવા માટે હું તેમની વાતો સાંભળુ છું. સમય જતાં હું તેને હર વીકેન્ડ કરીશ અને મારી સાથે વધુ કેટલાંક લોકો પણ જોડાશે.’

રાજનું કહેવું છે કે, ‘આ ઈનિશિએટિવ ઘણું જ આગળ જશે. હજુ તો મેં માત્ર પુણેમાં જ આ શરૂ કર્યું છે, પરંતુ મને દેશભરમાંથી લોકો ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરી રહ્યાં છે કે તેઓ પણ પોતાના શહેરમાં આવું શરૂ કરવા માંગે છે. મને તે જાણીને આનંદ થયો કે મારા ઈનિશિએટિવને કારણે અન્ય લોકોમાં પણ મેન્ટલ હેલ્થને લઈને અવેરનેસ આવી રહી છે અને તેઓ અન્ય લોકોની મદદ કરવા માગે છે.’

તેઓ કહે છે કે, ‘હું લોકોને માત્ર એટલું જ કહેવા માંગુ છું કે આપણી આજુબાજુ ઘણાં લોકો એવા છે, જેઓને હકિકતમાં મદદની જરૂર છે. જો તમને કોઈ એવી કોઈ પમ વ્યક્તિ જોવા મળે કે જે મેન્ટલ સ્ટ્રેસ કે ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યો છે, તો પ્લીઝ તેની સાથે વાત કરો. તમે ફક્ત તમારી લાઈફમાંથી પાંચ મિનિટ આપો અને જુઓ તમે કઈ રીતે એક શખ્સની લાઈફ બદલી શકો છો. કરીને જુઓ, સારું લાગે છે…’

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો