જે હોસ્પિટલમાં પિતા એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે ત્યાંજ પુત્રની ડોક્ટર તરીકે થઈ નિમણૂંક, માતા પણ કરે છે નર્સ તરીકે નોકરી

પિતા બાબરાની જે સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે, પુત્રની એ જ હોસ્પિટલમાં ડોકટર તરીકે નિમણૂક થઈ છે. ડોકટરની માતા પણ નર્સ તરીકે આ તાલુકામાં ફરજ બજાવી રહ્યાં છે. પુત્ર ડોકટર બનતાં માતા-પિતાએ ગૌરવની લાગણી વ્યક્ત કરી છે.

બાબરામાં સરકારી દવાખાનામાં વધુ એક ડોકટરની નિમણૂક રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. અહીં બાબરાની વતની એવા યુવાન ડો. મોહિત ચૌહાણની નિમણૂક કરાઈ છે. બાબરા હાઇવે પરનું ગામ હોવાથી અહીં રોજબરોજ વધુ ઇમર્જન્સી કેસો આવે છે. વળી, રોજની 200થી વધારે દર્દીની ઓપીડી હોવાથી મુખ્ય તબીબ ડો સાકીર વ્હોરા રાત-દિવસની પરવા કર્યા વગર સતત લોકોની સેવા કરતા હતા. હવે બાબરાના ડો મોહિત ચૌહાણ તાજેતરમાં વિદેશથી મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરી એમડીની ડીગ્રી પ્રાપ્ત કરી ભારતમાં ઓલ ઇન્ડિયા મેડિકલની પરીક્ષા સહિત તમામ ઔપચારિકતા પૂર્ણ કરી બાબરાની સરકારી દવાખાનામાં મેડિકલ ઓફિસર તરીકે નિમણૂક પામ્યા છે. તેમના પિતા કિશોરભાઈ ચૌહાણ અહીં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, જયારે તેમની માતા ઉષાબેન ચૌહાણ પણ તાલુકાના મોટા દેવલિયામાં પીએચસીમાં નર્સ તરીકે ફરજ બજાવે છે.

અહીં હજુ એક ડોક્ટરની જગ્યા ખાલી

બાબરા સરકારી દવાખાનામાં મુખ્ય તબીબ ડો સાકીર વ્હોરાએ જણાવ્યું હતું કે અહીં ત્રણ ડોક્ટરની જગ્યા ખાલી છે, પણ હવે એક ડોક્ટરની ભરતી થતાં લોકોને તબીબી સેવાઓનો લાભ વધુ મળશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો