TTEએ પૂરું પાડ્યું ઈમાનદારીનું ઉદાહરણ, 2 લાખ રુપિયા ભરેલી બેગ મૂળ યાત્રીને પરત કરી

સામાન્ય રીતે રેલવે સ્ટેશન પર ઠેર ઠેર ‘ખિસ્સાકાતરુથી સાવધાન’ એવા બોર્ડ નજરે ચડે છે. આ ઉપરાંત ટ્રેનમાં ઘણીવાર સામાન ચોરાઈ જવાની પણ ઘટનાઓ બનતી રહે છે. ભારતીય રેલવેમાં મુસાફરી કરતાં સમયે લોકો સામાનને પણ લાંબી ચેઈનથી બાંધીને રાખતાં હોય છે. જેથી તે ચોરાઈ ન જાય. જોકે, અમૃતસર-અજમેર એક્સપ્રેસમાં એવો કિસ્સો સામે આવ્યો છે. જે જાણીને તમને ટ્રેનના TTEની ઈમાનદારી પ્રત્યે સલામ ઠોકવાનું મન થઈ જશે.

TTEએ પૂરું પાડ્યું ઈમાનદારીનું ઉદાહરણ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં ટીટીઈએ પોતાની ઈમાનદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અમૃતસર-અજમેર એક્સપ્રેસમાં એક યાત્રી પોતાનો થેલો ટ્રેનમાં જ ભૂલી ગયો હતો. આ બેગમાં 2 લાખ 20 હજાર રુપિયા રોકડા રાખેલા હતાં. જોકે, ટીટીઈના ધ્યાનમાં આ બેગ આવતાં તેણે આ બેગ મૂળ યાત્રી સુધી પરત પહોંચાડી હતી. જેને પણ ટીટીઈની આ ઈમાનદારીની જાણ થાય છે તે વખાણ કરતાં થાકતું નથી.

ટ્રેનમાં ભૂલાઈ 2 લાખ ભરેલી બેગ

29 જુલાઈ સોમવારે 19614 અમૃતસર-અજમેર એક્સપ્રેસમાં આ ઘટના બની હતી. જ્યારે યાદરામ બૈરવા પોતાની ફરજ પર હતાં. યાદરામને કોચ નંબર A1માં સીટ નંબર 2 નીચે એક લાવારિસ બેગ જોવા મળી હતી. જેવી યાદરામની નજરમાં આ બેગ આવી કે તરત જ તેણે પોતાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. આ પછી તેણે આરપીએફને બેગ સોંપી હતી. વેરિફિકેશન પછી રિઝર્વેશન ચાર્ટમાંથી ખબર પડી કે આ બેગ દયાશંકર મહાવર નામના એક વ્યક્તિની છે.

શું કહ્યું TTE યાદરામે?

આ ઘટના પછી બેગ મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યું હતું. દયાશંકરે રેલવેનો આભાર માન્યો હતો અને TTEની ઈમાનદારીના ભરપેટ વખાણ પણ કર્યાં હતાં. આ પછી દયાશંકરે યાત્રીઓને મીઠાઈ પણ ખવડાવી હતી. યાદરામ બૈરવાએ કહ્યું કે,’મેં એક બેગ જોઈ અને તેની જાણકારી સીનિયર્સને આપી હતી. અમે મુસાફરો અને તેમના સામાનની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. જો મારી કોશિશથી રેલવેની સારી છાપ વધી શકે છે તો મને સંતોષ થશે.’

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો