આણંદના મોગરીના હિરેન પટેલે સ્કૂટરના એન્જિનમાંથી બનાવી મિનિ જીપ, ખેતી માટે છે બેસ્ટ

આણંદના મોગરી ગામના યુવાને માત્ર ૧ર હજારનાં ખર્ચે સ્કૂટરના એન્જિનમાંથી મીની જીપકાર વિકસાવી છે. વેસ્ટમાંથી બેસ્ટ કરી બનાવેલી મીની જીપ આજે આ યુવાનના પરિવાર માટે ખેતી તેમજ પશુપાલનના વ્યવસાય માટે પૂરક સાધન બન્યું છે.

મોગરીના હિરેન પટેલે 3 મહિનાની મહેનત બાદ વેસ્ટમાંથી બેસ્ટ સ્વરૂપે 12 હજારના ખર્ચે મિનિ જીપ તૈયાર કરી છે

આ જીપને પ્રથમ દ્રષ્ટિએ આપને નાના બાળક માટેનું રમકડું લાગશે પરંતુ આ રમકડાં જેવી દેખાતી મીની જીપ અનેક કામમાં ઉપીયોગી થઇ શકે છે. મોગરીના ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલા યુવાને સ્કૂટરના એન્જિનમાંથી મીની જીપકાર વિકસાવી છે. સ્કૂટરના એન્જિન અને ભંગારની તીજોરીના પતરા તેમજ અન્ય ચીજોનો ઉપયોગ કરીને નાના ખેડૂતો અને પશુપાલકો માટે ઉપયોગી મીની જીપકાર બનાવી આકર્ષણનું કેન્દ્ર ઉભુ કર્યુ છે.

મોગરીના હિરેનભાઇ પટેલે 3 મહિનાની મહેનત બાદ વેસ્ટમાંથી બેસ્ટ સ્વરૂપે 12 હજારના ખર્ચે મીની જીપગાડી તૈયાર કરી છે. જે 60ની સ્પીડે ચાલી શકે છે. આ જીપ ખેતીકામ, પશુપાલકોનો ઘાસચારો લાવવા લઇ જવા, ખાતર લાવવા, પાણી છંટકાવ અને નાની મુસાફરી માટે ઉપયોગમાં લઇ શકાઇ છે. ટુ સ્ટોક સ્કૂટર એન્જિન વડે ચાલતી મીનીકારમાં સ્ટેયરીંગ, બ્રેક, એક્સીલેટર છે. આ એન્જિન સ્કુટરનું હોવાથી તેને કીક મારીને ચાલુ કરવામા આવે છે.

હીરેન પટેલને આ જીપ બનાવવાનો વિતાર ઇન્ટરનેટ ઉપરથી ચાઇનામાં બરફ ખસેડવા માટે ઉપયોગમાં લેવાતી મીનીકાર જોઇને આવ્યો હતો. આમા સ્કૂટર એન્જિન સાથે એક વ્હીલ તથા ફ્રેમિંગ કરી બીજા ચાર વ્હીલના સપોર્ટ લઇ કારને તૈયાર કરવામા આવી છે. હજુ આવનાર સમયમા આની અંદર અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી તેમા અનેક સુધારા વધારા પણ કરવામાં આવશે.

આ જીપ એક હજાર કિલો સુધીનુ વજન ઉઠાવીને ખેચી શકે છે. તેમજ અન્ય કારની માફક અંદર મોબાઇલ ચાર્જર, હોર્ન, લાઇટ, જેવી સુવિધાઓ પણ મુકવામા આવી છે.

– ઘનશ્યામ પટેલ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો