કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પાલનપુરનું ગઠામણ ગામ: એક ટર્મ હિન્દુ તો બીજી ટર્મમાં મુસ્લિમ બને છે સરપંચ, આજસુધી ક્યારેય ચૂંટણી યોજાઈ નથી

સમગ્ર ગુજરાતમાં સરપંચની ચૂંટણીનો માહોલ જામ્યો છે. લોકો સરપંચ બનવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજે આપણે એક એવા ગામની વાત કરીશું, જ્યાં કોઇપણ કોમવાદ વગર વર્ષોથી સમરસ ગ્રામપંચાયત છે. પાલનપુરના ગઠામણ ગામમાં હિન્દુ-મુસ્લિમની વસતિ એકસરખી હોવા છતાં આઝાદી પછી આજસુધી ક્યારેય આ ગામમાં સરપંચ માટે ચૂંટણી યોજાઈ નથી અને દર વખતે ગ્રામજનો ભેગાં મળીને સંપીને એકને સરપંચ બનાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગામ લોકો સાથે મળીને સરપંચ બનાવે છે
પાલનપુરના ગઠામણ ગામમાં 4800 જેટલા મતદારો છે અને આ ગામમાં હિન્દુ અને મુસ્લિમની વસતિ પણ 50- 50 ટકા જેટલી છે, તેમ છતાં પણ આ ગામમાં આઝાદી પછી ક્યારેય સરપંચ માટે ચૂંટણી યોજાઇ નથી. સરપંચ બનવા માટે લોકો સંબંધોને પણ ભૂલી જતા હોય છે એવામાં આ ઘટનામાં ગામમાં હિન્દુ અને મુસ્લિમો સાથે મળી દર વખતે સમરસ સરપંચ બનાવે છે.

એક વખત હિન્દુ સરપંચ અને બીજી વખત મુસ્લિમ
દર વખતે જ્યારે સરપંચની ચૂંટણી આવે છે ત્યારે હિન્દુ અને મુસ્લિમ સમાજના પાંચ-પાંચ આગેવાનો ભેગા થઈ એક વખત હિન્દુ સરપંચ અને બીજી વખત મુસ્લિમ સરપંચ બનાવે છે. એ પણ સર્વાનુમતે એક નામ જાહેર કરી સરપંચ બનાવાય છે, જેથી આ ગામમાં અત્યારસુધી સરપંચ માટે ક્યારેય ચૂંટણી યોજાઈ નથી અને જે કોઈ સરપંચ બને છે તે પણ માત્રને માત્ર ગામના અને ગામના વિકાસને વેગવંતો બનાવે છે.

બંને કોમ વચ્ચે ભાઈચારાની લાગણી
આ ગામના વડીલોએ જે પરંપરા શરૂ કરી હતી એને આજે પણ આ ગામના લોકો સાચવી રહ્યા છે અને દર વર્ષે ચૂંટણીમાં ગામની સમરસ બનાવે છે. અહીંના લોકોનું માનવું છે કે સમરસ ગ્રામપંચાયત બનવાથી ગામમાં ચૂંટણી થતી નથી અને એને કારણે ગામમાં એકબીજા વચ્ચે વેરઝેર અને ઘર્ષણ થતાં નથી, સાથે સાથે સમરસ ગ્રામપંચાયત બનવાથી સરકાર તરફથી વધારે ગ્રાન્ટ મળતાં ગામમાં ઘરે ઘરે નળ કનેક્શન, રોડ-રસ્તા સફાઈની પણ સુવિધાઓ અન્ય ગામો કરતાં વધુ મળે છે અને હિંદુ-મુસ્લિમ લોકો વચ્ચે ભાઈચારાની લાગણી પણ બની રહે છે.

આ અંગે ગામના હાલના સરપંચ કુવરજી ઠાકોરે જણાવ્યું હતું કે અમારા ગામમાં ક્યારેય સરપંચની ચૂંટણી થઇ જ નથી, ગામ સમરસ જ થાય છે. ગામના વડીલો ભેગા થઇને ચર્ચા કરીને એકને સરપંચ બનાવે છે, જે વડીલો નક્કી કરે એ જ સરપંચ બને છે.

સ્થાનિક ઇમરાન પટેલ અને ગુલાબભાઈએ જણાવ્યું હતું કે આઝાદી પછી સરપંચની ચૂંટણી ગામમાં યોજાઇ નથી અને અત્યારનું યંગ જનરેશન પણ એ જ ચાહે છે કે આગળ પણ આ પ્રકારે જ ગામ સમરસ બને. હિન્દુ-મુસ્લિમ બંને કોમ એ જ ઇચ્છે કે આ પરંપરા આગળ પણ જળવાઇ રહે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો