દેશના પ્રથમ ‘સ્માર્ટ વિલેજ’ બનાવનાર પટેલ, હવે બનાવશે સ્માર્ટ નંદઘર

સમગ્ર દેશમાં સ્માર્ટ વિલેજની વાત કરવામાં આવે તો તમારી સમક્ષ ગુજરાતના એક નાનકડા ગામનું નામ આવી જશે. આ ગામનું નામ પુંસરી છે. આ ગામને સ્માર્ટ વિલેજ તરીકે દેશની સમક્ષ પ્રસ્તુત કરવામાં મહત્વની ભુમિકા ભજવવામાં ગામના સરપંચ હિમાશું પટેલની હતી. પુંસરી ગામમાં સરપંચ તરીકે ઉમદા કામગીરી કરી હિમાશું પટેલે ભારતની નંબર-1 ગ્રામ પ્રચાંયત બનાવી હતી. પુંસરી ગામને ભારતનું ફસ્ટ સ્માર્ટ વિલેજ બનાવ્યું અને હિમાંશું પટેલની આ સફળ કામગીરી આધારે કુપોષણ મુક્ત ભારતના અભિયાનમાં ભારત સરકાર દ્વારા હિમાંશુ પટેલની CEO તરીકેની નિમણુંક કરવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લાના પુંસરી ગામને દેશનું સ્માર્ટ વિલેજ બનાવનાર સરપંચ હિમાંશુ પટેલ

11 રાજ્યોમાં બનાવશે ‘નંદઘર’

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના નાનકડા ગામથી સરપંચ તરીકે કામ કરી આજે ભારત સરકારના પ્રોજેક્ટમાં તેઓ CEO બન્યા છે. ભારત સરકાર અને વેદાંત ગ્રુપ દ્વારા વર્ષ 2016માં PPP (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડલ ઉપર એક MOU કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતના 11 રાજ્યોમાં ‘નંદઘર’ નામનો એક પ્રોજેકટનું MOU કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં 1 વર્ષથી 6 વર્ષના બાળકો માટે ‘સ્માર્ટ આંગણવાડી સેન્ટરો’ બનાવવામાં આવશે અને તેનું સંચાલન પણ કરવાનું રહેશે.

1થી 6 વર્ષના બાળકો માટે બનાવશે સ્માર્ટ આંગણવાડી સેન્ટરો

પુંસરીના હિમાંશુ પટેલને આ પ્રોજેક્ટની જવાબદારી સ્વિકારી

આ પ્રોજેક્ટમાં વેદાંત ગ્રુપ કંપનીના ચેરમેન અનિલ અગ્રવાલ રૂ. 1000 હજાર કરોડનો ખર્ચ કરાશે. આ સ્માર્ટ આંગણવાડી સેન્ટરો કઇ કઇ જગ્યાએ શરૂ કરવા તેનું લિસ્ટ જેતે રાજ્યની સરકાર પાસેથી મેળશે અને આ નંદઘર પ્રોજેક્ટની જવાબદારી હિમાંશુ પટેલને સોંપવામાં આવી છે. 12 માર્ચે હિમાંશુ પટેલે દિલ્હી પહોંચી આ પ્રોજેક્ટની જવાબદારી સ્વીકારી લીધી છે. જેમાં તેઓ 6 મહિના સુધી રહીને આ પ્રોજેક્ટનું સંચાલન કરશે.

પીએમ મોદીએ પુંસરી ગામને સ્માર્ટ વિલેજ બનાવવા માટે હિમાંશ પટેલને સન્માન કર્યું હતું

એક નંદઘર પાછળ રૂ. 20 લાખનો ખર્ચ

એક નંદઘર પાછળ રૂ. 20 લાખનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે 8 વર્ષ પહેલા હિમાંશુ પટેલે પોતાના ગામમાં આંગણવાડી બનાવી હતી તેનું નામ નંદઘર રાખ્યું હતું. દિલ્હી ખાતે લાદપથનગરમાં હિમાંશુ પટેલ એક ઓફિસમાં 17 લોકોના સ્ટાફ સાથે આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે. ભારતના અલગ અલગ પ્રદેશના ગામોના પ્રવાસ અને અનુભવોના આધારે હિમાંશુ પટેલને આ જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓ ભારત સરકાર અને વેદાંત ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટની કામગીરી સંભાળશે.

બાળકો માટે 11 રાજ્યોમાં બનાવવાશે નંદઘર

નંદગર ની જવાબદારી બાદ આજે પહેલી મુલાકાત હરિયાણા ના સોનીપથ જિલ્લાઆ આવેલ હસનપુર ગામ ના નંદગર નિ મુલાકાત કરી આ નંદગર સમગ્ર ભારત માં પહેલું નંદગર બન્યું હતું.સાથે આજે જ હરિયાણા ખાતે નંદગર ના કર્મચારીઓ ને સૂચના આપી અને આવનાર દિવસો માં તમામ નંદગર માં નંદગર પ્રવેશ ઉત્સવ યોજાશે. – Himanshu patel..

હિમાંશુ પટેલ 17 લોકોના સ્ટાફ સાથે આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે

ગઈકાલથી ઉત્તરપ્રદેશના પ્રવાસ દરમ્યાન વારાણસી ખાતે ચાલતા નંદઘર થી મુલાકાતો શરૂ કરી. માનનીય પ્રધાનમંત્રીશ્રી ના લોકસભા વિસ્તાર માં ચાલતા નંદઘર માં નવીન પ્રવૃતિના નિર્ણયો કર્યા છે. સાથે પ્રધાનમંત્રીશ્રી મોદી સાહેબ દ્વારા સંસદ આદર્શ ગામ યોજના માં દત્તક લેવામાં આવેલ જયાપુર ની પણ મુલાકાત કરી. સાથે વારાણસી ના નાગેપુર, કારકારીયા, હરસોસ ,રામસીપુર, જબલપુર, ખેમપુર સેન્ટરોની મુલાકાત કરી. આગામી દિવસો માં વારાણસી માં 5 વિધાનસભા માં 170 નંદઘર શરૂ કરવામાં આવશે. તમામ નંદઘર ના બાળકો ની આરોગ્ય ની ચિંતા કરીને vedanta મોબાઈલ મેડિકલ વાન શરૂ કરવામાં આવશે. જે દર અઠવાડિયે તમામ નંદઘર માં જઈને બાળકો ની તપાસ કરશે…-Himanshu Patel..

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો