અપંગ માં અને 86 વર્ષીય પિતાને નોકરીયાત દીકરાઓએ રહેવા ઝૂપડું આપ્યું, ઘરમાંથી કાઢ્યા- 15 વર્ષ બાદ ખૂટી બાપાની ધીરજ…એક ઝાટકે વૃદ્ધે બધાને ભણાવ્યો પાઠ

મુનવ્વર રાણાની કવિતાઓ આ સમાચારને એકદમ બંધબેસે છે, જેમણે મા પર હૃદયસ્પર્શી કવિતાઓ લખી છે. છત્તીસગઢના રાજનાંદગાંવમાં પાંચ કળયુગી દીકરાઓએ તેની અંપગ નિઃસહાય મા અને 86 વર્ષના પિતાને ઘરમાંથી કાઢીને ઝૂપડામાં રહેવા માટે લાચાર કર્યા. મા-બાપે છેલ્લા પંદર વર્ષથી ઝૂંપડામાં રહી રહ્યા છે. પિતા હીરાલાલ સાહૂની ધીરજ ખૂટી તો પોલીસે પાંચેય કળિયુગી પુત્રોની ધરપકડ કરી લીધી. પીડિત પિતા હીરાલાલ સાહૂએ જણાવ્યું કે, તેની ખરીદેલી જમીન પર તેના પાંચ દીકરા સુમરન લાલ, હુકૂમ સાહૂ, પ્રમોદા સાહૂ, ઉમાશંકર અને કીર્તન સાહૂએ મળીને મકાન બનાવી લીધું છે. તેના થોડા સમય બાદ પાંચેય ભાઈઓએ મળીને તેના પિતા અને અપંગ માને ઘરમાંથી હાંકી કાઢી છે.

86 વર્ષના હીરાલાલ પત્ની સાથે 15 વર્ષથી ઝૂપડામાં જીવન પસાર કરી રહ્યા હતા. પુત્રોને ઘણીવાર ઘરમાં રાખવાની આજીજી કરી, પરંતુ દીકરાઓ ના માન્યા. વાત કરવા સુદ્ધા તૈયાર થતા નહોતા. જેમ તેમ ઝૂપડામાં જીવન પસાર કરતા હીરાલાલે હિમ્મત એકઠી કરી અને ચિખલી પોલીસ સ્ટેશનમાં તેના પાંચેય દીકરા વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો. ચિખલી પોલીસે વરિષ્ઠ નાગરિક સુરક્ષા કાયદો 2007ની કલમ 24 હેઠળ પાંચેય દીકરા પર કેસ દાખલ કરાવી દીધો.

15 વર્ષ બાદ પુત્રવધૂઓએ કહ્યું- માફ કરી દો પપ્પાજી, સસરાનો જવાબ- આ વિશે હું વિચારીશ…

ગવર્મેન્ટ પ્રેસના કર્મચારી રહી ચૂક્યા છે હીરાલાલ સાહૂ

હીરાલાલ સાહૂ શાસકીય પ્રેસના કર્મચારી હતા. નોકરી દરમિયાન જ તેમણે પોતાના નામે જમીન એ વિચારીને ખરીદી હતી કે ભવિષ્યમાં દીકરા અને પૌત્રો સાથે જિંદગીની બીજી ઈનિંગ પસાર કરીશું, પરંતુ આ જમીન પર પાંચેય દીકરાઓએ સંમતિથી મકાન બનાવી લીધું અને પછી મકાનમાં પોતાના પરિવારને રાખઈને વૃદ્ધ માતાપિતાને બહારનો રસ્તો બતાવી દીધો. કાર્યવાહી બાદ હવે હીરાલાલ તેમની જમીન પર બનેલા મકાનમાં જીવન પસાર કરી શકશે. છલ્લા પંદર વર્ષથી દીકરાની કરતૂતોના કારણે તે ઝૂપડામાં જિંદગી પસાર કરી રહ્યા હતા.

ચાર પુત્રોની ધરપકડ કરી, મળ્યા જામીન

ફરિયાદ બાદ પોલીસે તેમના ચાર પુત્રોની સોમવારે ધરપકડ કરી લીધી. હીરાલાલનો એક પુત્ર ભોપાલમાં રહે છે, તેના કારણે પોલીસ ના પહોંચી શકી. ધરપકડ કરાયેલા ચાર દીકરાને ટૂંક સમયમાં જામીન પણ મળી ગયા. પોલીસે જણાવ્યું કે, જામીન કલમ હોવાના કારણે પુત્રોને જામીન મળ્યા. જામીન બાદ ચારેય પુત્રો તેમના માતાપિતાને ઘરે લઈ જવાની વાત પણ કહી.

પૂર પીડિતોની મદદ માટે આપ્યા હતા 70 હજાર રૂપિયા

જિંદગીના સૌથી મહત્વના પડાવમાં પુત્રોની બેદખલીના કારણે ઝૂંપડામાં જીવન પસાર કરનાર હીરાલાલ પરોપરકારનો પણ મોટો ચહેરો છે. તેમણે કેરળમાં આવેલા પૂરથી મચેલી તબાહી બાદ અસરગ્રસ્તો માટે 70 હજાર રૂપિયાની મદદ પણ કરી હતી. જિલ્લા પ્રશાસનના માધ્યમથી તેમણે તેમની નોકરી દરમિયાન એકઠા કરેલી રકમનો ભાગ પૂર અસરગ્રસ્તોને દાન કરી દીધો હતો.

એક પુત્ર રિટાયર્ડ છે

મોટો પુત્ર સુમરન 64 વર્ષનો છે. તે સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં રહ્યો. ત્યારે બીજા પુત્ર પ્રમોદ ભોપાલની એક પ્રાઈવેટ ફેક્ટરીમાં નોકરી છે. ઉમાશંકર અને હુકુમ દુર્ગમાં પ્રાઈવેટ નોકરી કરે છે. છતાં પણ માતાપિતાનું ધ્યાન ના રાખ્યું.

મા-બાપ જ આપણી પ્રોપર્ટી, સાચવીને રાખો

માતાપિતા સૌથી મોટી પ્રોપર્ટી છે. તેને સાચવીને રાખો. ઉંમરના આ પડાવમાં માતાપિતાને પોતાના દીકરા પાસેથી ઘણી આશા હોય છે. બાળકોને તેના પર યોગ્ય ઉતરવાની જરૂર છે. આ મામલાથી પણ નવી પેઢીને બહુ શીખવાની જરૂર છે. આ સિવાય અમે એવા વૃદ્ધને ખુલીને સામે આવવાની અપીલ કરીએ છીએ, જે તેના બાળકોની આવી હરકતોથી હીરાલાલ જેવી તકલીફનો સામનો કરી રહ્યા હોય. કાયદા પ્રમાણે, તેમને હક મળશે.
ડો. પ્રશાંત શુક્લા, સીએસપી

પાંચ પુત્રો પર કાર્યવાહી

રિટાયર્ડ કર્મચારીએ તેમના પુત્રો પર ઘરેથી બેદખલ કરવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ અધિનિયમ હેઠળ તેમના પાંચેય પુત્રો વિરુદ્ધ કાર્યવાહી કવરામાં આવી. જામીન કલમ હોવાના કારણે તેમના પુત્રોને જામીન મળી ગયા છે.ય હવે હીરાલાલ તેના ઘરમાં રહી શકશે.
– પોલીસ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો