શ્રી હરસિદ્ધિ માતા મંદિર, હર્ષદ (દ્વારકા)

સમુદ્રકાંઠે કોયલા ડુંગર નામની પહાડી પર આવેલા હરસિદ્ધિ માતાનું મંદિર હર્ષદ માતા તરીકે પણ ઓળખાય છે. પુરાણ કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણે અસુરો અને જરાસંઘને હરાવવા માટે મા અંબાની ઉપાસના કરી હતી. જરાસંધ વધ પછી શ્રીકૃષ્ણે આ સ્થળે સિદ્ધિઓની દાતા દેવી સ્વરૂપે હરસિદ્ધિ મંદિરનું નિર્માણ કર્યું હતું. હરસિદ્ધિ માતા યાદવોના કુળદેવી તરીકે પૂજાય છે.

હરસિદ્ધિ માતા વિશે એવી કથા પ્રચલિત છે તે તેમની પૂજા ભગવાન શ્રીકૃષ્ણ અને યાદવ કરતા હતા. તેમને મંગલમૂર્તિ દેવી સ્વરૂપે પણ ઓળખાય છે. પરંતુ જ્યારે તેમની તપસ્યાથી ભગવાન શ્રીકૃષ્ણ જરાસંઘનો વધ કરાવવામાં સફળતા મળી તો યાદવોએ પ્રસન્ન થઈને તેમનું નામ હરસિદ્ધિ રાખી દીધું.

ઐતિહાસિક માહાત્મ્યઃ લોકવાયકા મુજબ, કચ્છના જૈન વેપારી શેઠ જગડુશાના વેપારી વહાણોનો કાફલો દરિયાઈ તોફાનમાં ફસાયો ત્યારે તેમણે મા હરસિદ્ધિનું સ્મરણ કર્યું હતું. એ સાથે ખરાબામાં ચડેલો કાફલો કોયલા ડુંગરના કાંઠે આવી ચડ્યો હતો. માતાની કૃપાથી શેઠ જગડુશાએ આશરે ઈસ. ૧૩૦૦માં હાલના મંદિરનું નિર્માણ કર્યું હતું.

શ્રીકૃષ્ણે આ સ્થળે સિદ્ધિઓની દાતા દેવી સ્વરૂપે હરસિદ્ધિ મંદિરનું નિર્માણ કર્યું હતું

મંદિરને લઈને ઘણી પૌરાણિક કથાઓ છે. માન્યતા છે કે ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્યના આ કુળદેવી છે અને તેઓ માતાજીની પૂજા કરતા હતા. ગુજરાતમાં ત્રિવેદી સમાજના લોકો આજે પણ તેમને કુળદેવી માનીને પૂજા કરે છે. જૈન ધર્મમાં માનનારા લોકો પણ આ માતાજીમાં ખાસ આસ્થા ધરાવે છે. તેની એક રસપ્રદ કથા છે.

મુખ્ય આકર્ષણ

શ્રી હરસિદ્ધિ મંદિર અને આસપાસની નયનરમ્ય પહાડીઓ તેમજ દરિયાકાંઠો

આરતીનો સમયઃ સવારે 9.30

દર્શનનો સમયઃ સવારે 9.00થી સાંજે 8.00

ફોટોગ્રાફીઃ મંદિર સંકુલમાં ફોટોગ્રાફીની મંજૂરી છે.

કેવી રીતે પહોંચવુ

સડકમાર્ગેઃ પોતાનું વાહન લઈને અમદાવાદથી વાયા રાજકોટ-જેતપુર-પોરબંદર થઈને, વડોદરાથી વાયા તારાપુર ચોકડી-રાજકોટ થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
નજીકનું રેલવે સ્ટેશન અને એરપોર્ટ પોરબંદર 38 કિ.મી. દૂર આવેલું છે.

શ્રી હરસિદ્ધિ માતા મંદિરની નજીકના મંદિરો

શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા (70 કિમી)
શ્રી સાંદિપની આશ્રમ, પોરબંદર (38 કિમી)
શ્રી નાગેશ્વર મહાદેવ, દારુકાવન (74 કિમી.)

દ્વારકાના કોયલા ડુંગરની પહાડી પર હરસિદ્ધી માતાનું મંદિર આવેલું છે.

રહેવાની સુવિધા

મંદિરની બાજુમાં જગડુશા ધર્મશાળા છે. જેનો ફોન નંબર-9925510575.
બીજી કોઈ પણ સહાય માટે તમે ગામના મહેશગીરી ગૌસ્વામીનો સપર્ક પણ કરી શકો છો જેનો નંબર છે- 9913955682.

સરનામુઃ શ્રી હરસિદ્ધિ માતા, હર્ષદ, તાલુકો- કલ્યાણપુર, જિલ્લો- દેવભૂમી દ્વારકા- 361315

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો