13 વર્ષીય હરીશે મહિલાઓની સુરક્ષા માટે બનાવી સ્માર્ટ બંગડી, લોકેશન બતાવવાની સાથે ઇલેક્ટ્રિક શૉક પણ આપે છે

હૈદરાબાદના 23 વર્ષના ગડી હરીશ નામના યુવાને મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ બંગડી બનાવી છે. આ બંગડી મહિલાઓ સંકટમાં હોય ત્યારે તે વિશેની જાણકારી તેમના પરિવાર, મિત્રો અને નજીકના પોલીસ સ્ટેશનને મેસેજ કરીને આપે છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાનો અહેસાસ થાય ત્યારે મહિલા પોતાના હાથને એક વિશેષ ખૂણા તરફ ફેરવશે, તો બંગડીમાં લગાવવામાં આવેલું ડિવાઈસ એક્ટિવેટ થઈ જશે અને લોકેશનની સાથે મદદ માટે મેસેજ કરશે.

13 વર્ષીય હરીશે જણાવ્યું કે, સેલ્ફ સિક્યુરિટી ડિવાઈસ એક્ટિવેશન દરમિયાન જો કોઈ મહિલાને પકડવાનો પ્રયત્ન કરશે, તો બંગડીની બહારની તરફનું લેયર પકડનારને જોરદાર કંરટ પણ આપશે.

સ્માર્ટ બંગડી બીજા ડિવાઈસ કરતાં એકદમ અલગ છે

હરીશે જણાવ્યું કે, ‘માર્કેટમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી ઘણાં સુરક્ષા ડિવાઈસ બનાવવામાં આવ્યાં છે. સ્માર્ટ બંગડી આ બધાં કરતાં અલગ છે. આ મહિલાને સુરક્ષાનો અહેસાસ કરાવે છે. આ પ્રોજેક્ટને હરીશે પોતાના મિત્ર સાઈ તેજાની મદદથી બનાવી છે’.

સરકાર મદદ કરે અને મહિલાઓને સુરક્ષા આપે

હરીશે જણાવ્યું કે સેલ્ફ સિક્યુરિટી બેંગલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને સુરક્ષા પ્રદાન કરવાનો છે. અત્યારે દુષ્કર્મ, અપહરણ અને મહિલાઓની છેડતીના બનાવો વધી ગયા છે. તેને રોકવા માટે આ બંગડી મદદ કરશે. ‘હવે અમે સરકારને નિવેદન કરી રહ્યા છીએ કે આ પ્રોજેક્ટને આગળ વધારે અને મહિલાઓને સુરક્ષા પ્રદાન કરે’.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો