કર્મચારીઓને 1 Crની મર્સિડીઝ અને ફ્લેટ ગિફ્ટ આપે છે આ કંપની, 10 પાસથી લઇને ગ્રેજ્યુએટ આ રીતે મેળવી શકે છે અહીં નોકરી

પોતાના કર્મચારીઓને દર વર્ષે ધમાકેદાર દીવાળી બોનસ આપનારી સુરતની હરેકૃષ્ણ ડાયમંડ કંપની ફરી એકવાર સમાચાર છે. આ વખતે કંપનીએ પોતાના ત્રણ અલગ-અલગ ડિપાર્ટમેન્ટના મેનેજરને 1 કરોડની કિંમતવાળી મર્સિડિઝ ગિફ્ટ કરી છે. આ ત્રણ કર્મચારી 25 વર્ષથી કંપની સાથે જોડાયેલા છે. 2014માં આ કંપનીએ દીવાળીના અવસરે પોતાના અંદાજે 1200 કર્મચારીઓને કાર, મકાન અને જ્વેલરી ગિફ્ટ કરી હતી. ત્યારબાદથી દર વર્ષે કંપની ચર્ચામાં રહે છે. આમ તો સવજીભાઇ ધોળકિયાની આ કંપની પોતાના કર્મચારીઓને દર વર્ષે લાખોની ગિફ્ટ બોનસમાં આપે છે, તેમાં કામ કરવાની દરેકની ઇચ્છા હોય છે. તેવામાં આજે અમે આ કંપનીમાં એપ્લાય કરવા અંગેની આખી પ્રોસેસ અંગે જણાવી રહ્યાં છે.

હરે કૃષ્ણ ડાયમંડ કંપનીમાં આ રીતે કરો એપ્લાય

શૈક્ષણિક લાયકાત અને અનુભવઃ જો તમે આ કંપનીમાં કામ કરવા માગો છો તો તમારી પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે. કંપનીમાં ધોરણ 10 અને 12 પાસ પણ એપ્લાય કરી શકે છે. કંપનીનું કહેવું છે કે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં જોમ માટે શૈક્ષણિક લાયકાત કરતા વધારે ડાયમંડના કામ અંગેની જાણકારી હોવી જોઇએ. એટલે કે કોઇ 10 પાસ છે, પરંતુ તેને ડાયમંડની પ્લાનિંગ, કટિંગ અને પોલિશિંગનો અનુભવ છે તો તેને નોકરી મળી શકે છે.

આ રીતે કરો એપ્લાયઃ અહીં એપ્લાય કરવા માટે તમારી પાસે કંપનીમાં કામ કરતા અંદાજે 8 હજાર એમ્પ્લોયમાંથી કોઇ એકનો રેફરન્સ હોવો જોઇએ. જો તમારી પાસે રેફરન્સ નથી તો તમે અરજી નહીં કરી શકો. જ્યારે કંપનીમાં કામ કરી રહેલા કર્મચારીનો રેફરન્સ હોય ત્યારે તમારી પાસે એક ફોર્મ ભરાવવામાં આવે છે. જેમાં તમામ માહિતી ભરવાની રહે છે. આ ફોર્મના આધારે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. તેમજ મુંબઇ સ્થિત એક્સપોર્ટ યુનિટ માટે વેબસાઇટ પર જઇને એપ્લાય કરી શકો છો. અહીં કેરિઅર અથવા કોન્ટેક્ટ અસમાં જઇને રિઝ્યુમ મોકલી શકો છો. કંપની પાસે 3 હજાર એડ્વાન્સ રિઝ્યુમ છે.

કેટલો મળશે પગારઃ આ ડાયમંડ કંપનીમાં તમારે સેલરી અર્ન કરવાની હોય છે. તેમ છતાં એમ્પ્લોય 35 હજાર રૂપિયા સુધી દર મહિને કમાણી કરી શકે છે. કારણ કે કંપની રેવન્યૂ મોડ પર કામ કરે છે, તેવામાં જો કોઇ કર્મચારીનું કામ સારું છે તો તેનો પ્રોફિટ પણ તેને મળે છે. જેના કારણે તે 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. અહીં એવા પણ કર્મચારી છે કે જે મહિને 5 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે. કર્મચારીની શિફ્ટ સોમવારથી શનિવાર સુધી સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધીની હોય છે. અહીં જોબ છોડનાર કર્મચારીનો વાર્ષિક રેશિયો 10 ટકા કરતા પણ ઓછો છે.

કંપનીમાં મળે છે આવી સુવિધા

1) એમ્પ્લોયને 1 લાખ રૂપિયાનો મેડિકલ દર વર્ષે અને 1 કરોડ રૂપિયાનો ડેથ ઈન્સ્યોરન્સ મળે છે.

2) દર વર્ષે બે ફ્રી યુનિફોર્મ, હેલમેટ મળે છે. એમ્પ્લોય માટે બસ સુવિધા છે.

3) ક્રિકેટ ગ્રાઉન્ડ, સ્વિમિંગ પૂલ, જીમ, યોગ સેશન પણ આપવામાં આવે છે.

4) એમ્પ્લોયના બાળકોને સ્કૂલ ફીની સાથે બુક્સનો ખર્ચો કંપની આપે છે.

5) સોમવારથી શુક્રવાર ફ્રી લંચ મળે છે. તેમ જ શનિવારે ટિફિન ડે હોય છે.

6) દર 3 વર્ષે એમ્પ્લોયના માતા-પિતાને હરિદ્વારની ટ્રિપ કરાવવામાં આવે છે. જેમાં અંદાજે 1 હજાર પેરેન્ટ્સ સામેલ હોય છે.

7) નવરાત્રી, હોળી સહિત તમામ ફેસ્ટિવલમાં રજા. દીવાળી પર દરેક કર્મચારીને 20 દિવસની રજા.

8) ઉનાળા વેકેશનમાં 10 દિવસની રજા આપવામાં આવે છે.

ક્યાં-ક્યાં છે યુનિટ

સુરતમાં ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યુનિટ ઇચ્છાપુર ડાયમંડ જ્વેલરી પાર્ક અને વરાછામાં સ્થિત છે. વરાછા યુનિટ અંદાજે 57 હજાર સ્ક્વેર ફીટ એરિયામાં અને ઇચ્છાપુરનું યુનિટ અંદાજે 1.4 લાખ સ્ક્વેર ફીટ એરિયામાં છે. ઇચ્છાપુરમાં 3600 અને વરાછામાં 2200 એમ્પ્લોય કામ કરે છે. આ ઉપરાંત કંપનીની ઓફિસ મુંબઇ સહિત દેશ બહાર હોંગકોંગ, દુબઇ, બેલ્ઝિયમમાં પણ છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો