ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધોને પૌત્ર-પૌત્રી રમાડવાનો અહેસાસ કરાવતો અનેરો પ્રયાસ, બાળકીને ગળે લગાડી વૃદ્ધ રડતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા

વૃદ્ધાવસ્થામાં પૌત્ર પૌત્રી રમાડવાનો ઉત્સાહ સૌને હોય છે પરંતુ કેટલાક લોકો પોતાના મા-બાપને ઘરડા ઘરમાં મૂકી આવે છે જેથી પરંતુ તેઓને પૌત્ર- પૌત્રીઓને રમાડવા મળતા નથી. આજે નારણપુરામાં આવેલા જીવનસંધ્યા ઘરડાઘરમાં પાલડી શિશુગૃહના સહયોગથી નોલેજ પલ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટીનો જન્મદિવસ હતો. જેથી તેમણેએ તેમનો 60મો જન્મદિવસ જીવનસંધ્યા ઘરડા ઘરમાં વૃદ્ધો સાથે ઉજવ્યો હતો. જેમાં ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધોને દાદા દાદી હોવાનો અને મા બાપ વિનાના બાળકોને દાદા-દાદી મળ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પાલડી શિશુ ગૃહમાંથી 3.5 મહિનાની એક બાળકીને પણ આજે જ કોલકાતાના એક દંપતીએ તેઓની હાજરીમાં દત્તક લીધી હતી.

વૃદ્ધાશ્રમ અને શિશુગૃહના તરછોડાયેલાને સુખ આપવા પ્રયાસ

ડો. શૈલેષ ઠાકરે વાતચીતમાં જણાવ્યું હતું કે શિશુગૃહમાં બાળકોને માતાપિતા છોડી જતા હોય છે. જ્યારે ઘરડાઘરમાં બાળકો માતાપિતાને છોડી જતા હોય છે. આવા લોકોને પોતાનું કોઈ હોય તેવો એહસાસ કરવાનો આજે સહિયારો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

શિશુગૃહના 17 જેટલા નાના બાળકોને આ વૃદ્ધો અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ મળશે અને દાદા-દાદી તરીકે રમાડશે. નારણપુરાના જીવનસંધ્યા ઘરડાઘરમાં નાના બાળકોને દાદા અને દાદી મળ્યા હોય તેવા દ્રશ્યો આજે સર્જાયા હતા.

બાળકીને ગળે લગાડી વૃદ્ધ રડ્યા

17 જેટલા બાળકો આજે વૃદ્ધાશ્રમમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં દરેક બાળકના નામની ચિઠ્ઠી ખોલવામાં આવી હતી. જે બાળકનું નામ નીકળે તે બાળકને વૃદ્ધાશ્રમના વૃદ્ધ કે વૃદ્ધા રમાડતા હતા. એક બાળકીને રમાડતા વખતે વૃદ્ધ રડી પડ્યા હતા. પોતાની સગી પૌત્રી તેમને મળી હોય તેમ તેઓ ગળે લગાડી હતી અને રડી પડ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો