બેસતા વર્ષે કેમ કરવામાં આવે છે ગોવર્ધન પૂજા, શું છે મહત્વ અચૂક જાણો અને શેર કરો

દશેરાના 20 દિવસ પછી દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ હિંદુ ધર્મના મુખ્ય તહેવારો માંથી એક છે. ગોવર્ધન પૂજાને અન્નકુટના નામથી પણ ઓળખે છે, અને એમાં ગાયની પૂજા કરવામાં આવે છે. ગોવર્ધન પૂજા વિષે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, કારણ કે એની શરૂઆત દ્વાપર યુગથી થઈ હતી. અને આ પૂજાને દિવાળીના બીજા દિવસે એટલે કે, બેસતા વર્ષના દિવસે સંપન્ન કરવામાં આવે છે.

ગોવર્ધન પૂજાનું મહત્વ

એવી માન્યતા છે કે આ તહેવાર ખુશીનો તહેવાર છે, અને આ દિવસે જે દુઃખી રહે છે તે આખું વર્ષ દુઃખી રહે છે. અને આ દિવસે ખુશ રહેવા વાળા લોકો આખું વર્ષ ખુશ રહે છે. માટે ગોવર્ધન પૂજા કરવી જરૂરી હોય છે.

ગોવર્ધનની વાયકા

ગોવર્ધન પૂજાનો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણ સાથે છે, અને એની શૃરૂઆત દ્વાપર યુગથી જ થઈ ગઈ હતી. પરંતુ એ પહેલા વ્રજવાસી ઈન્દ્રની પૂજા કરતા હતા. અને ત્યારે ભગવાને એમને એ જણાવ્યું કે તમે બધા ઈન્દ્રની પૂજા કરો છો, પણ એનાથી તમને કોઈ લાભ પ્રાપ્ત નહિ થાય. માટે લાભ મેળવવા માટે તમે લોકો ગૌ ધનને સમર્પિત ગોવર્ધન પર્વત પર જઈને ગોવર્ધન પૂજા કરો.

વ્રજવાસીએ ઈન્દ્રદેવની પૂજા કરવાનું છોડી દીધુ

શ્રી કૃષ્ણની વાત માનીને લોકો ઈન્દ્રદેવની પૂજા કરવાનું છોડીને ગોવર્ધન પૂજા કરવા લાગ્યા. પણ આ વાત ઈન્દ્રદેવને પસંદ ન આવી અને તે ઘણા ગુસ્સે થઈ ગયા, અને એમણે ભારે માત્રામાં વરસાદ કરાવ્યો અને લોકોને ડરાવવાનો પ્રયત્ન કર્યો.

ઈન્દ્રદેવે ભયંકર વરસાદ વરસાવ્યો

જયારે ઈન્દ્રદેવે લોકોને ડરાવવા ભયંકર વરસાદ કર્યો, ત્યારે શ્રી કૃષ્ણ ઈંદ્રદેવની આ મૂર્ખતા પર હસવા લાગ્યા. મુસીબતમાં ફસાયેલા લોકોએ મદદ માટે શ્રી કૃષ્ણને યાદ કર્યા, અને ત્યારે શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની આંગળી પર ઉપાડી લીધો હતો.

ભગવાન શ્રીકૃષ્ણે ગોવર્ધન ઉપાડી લોકોનું રક્ષણ કર્યુ

ઈન્દ્રદેવે સતત સાત દિવસ સુધી ભારે માત્રામાં વરસાદ વરસાવ્યો અને આ ગોવર્ધન પર્વતની નીચે લોકો સાત દિવસ સુધી રહ્યા. ત્યારબાદ બ્રહ્માજીએ ઈન્દ્રદેવને જણાવ્યું કે પૃથ્વી પર ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણના રૂપમાં જન્મ લીધો છે, અને તમે એમની સામે લડી રહ્યા છો.જેવી આ વાતની જાણકારી ઈન્દ્રદેવને થઈ તો તે પોતાના આ કાર્ય પર પસ્તાવા લાગ્યા, અને ભગવાન શ્રી કૃષ્ણ પાસે ક્ષમા પણ માંગી.

સાત દિવસના વરસાદ બાદ ઉજવણી થઈ

શ્રી કૃષ્ણએ બધા વ્રજવાસીઓને બચાવ્યા, અને સાતમા દિવસે ગોવર્ધન પર્વતને નીચે મૂકી વ્રજવાસીઓને કહ્યું કે હવેથી દર વર્ષે ગોવર્ધન પૂજા કરી અન્નકૂટનો પર્વ હર્ષ-ઉલ્લાસ સાથે ઉજવવો.

ભગવાનને આજના દિવસે 56 પ્રકારના અન્નકુટ ધરાવાય છે

આજના દિવસે ભગવાને અન્નકૂટની પરંપરા વ્રજથી શરૂ થઇ હતી. વ્રજવાસીઓએ શ્રીકૃષ્ણને 56 પ્રકારના સ્વાદિષ્ટ પકવાન અર્પણ કરીને તેની રક્ષા કરવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી કારણ શ્રીકૃષ્ણે 56 દિવસ સુધી ટચલી આંગળીએ ગોર્વધન પર્વત ઉંચકીને વ્રજવાસીઓની રક્ષા કરી હતી તેથી જ વ્રજવાસીઓની શ્રીકૃષ્ણનો આભાર વ્યક્ત કરતા તેને ભાવથી સ્વાદિષ્ટ પકવાન ધરાવ્યા હતા. બસ આ ઘટના બાદથી જ ન માત્ર કૃષ્ણ મંદિર જ નહી પરંતુ દરેક મંદિરોમાં આજના દિવસે અન્નકૂટ ધરાવાની એક પરંપરા શરૂ થઇ ગઇ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો