મા-બાપે તરછોડી ત્યારે પોતાની જાત મહેનતે ભણી, હવે યુવતીએ પકડ્યું બસનું સ્ટેરિંગ

રસ્તા પર સ્કૂટી અને કાર ચલાવતા તમે મહિલાઓને બહુ જોઈ હશે, પરંતુ વિચારો જો એક યુવતીને તમે ટ્રક કે બસ ચલાવતા જોવો તો કદાચ જ આ વસ્તુ તમારા માટે એકદમ નવું હશે. હરિયાણાના હિસ્સાર જિલ્લાની દીકરી સીમા ગ્રેવાલે એક એવો વ્યવસાય પસંદ કર્યો છે. જેને લઈને તે ચર્ચામાં બનેલી છે. ગ્રેજ્યુએશન કરી રહેલી સીમા ગ્રેવાલ જે રીતે હરિયાણા રોડવેઝની બસ સડસડાટ દોડાવે છે જેને જોઈને પુરુષો પણ મોંમાં આંગળા નાખી દે છે.

માએ સીમાને અનાથ આશ્રમમાં છોડી દીધી

સીમા માટે બસ ચલાવવી તો અઘરી હતી જ પરંતુ તેનાથી અઘરું હતું વિપરીત પરિસ્થિતિમાંથી બહાર આવીને જીવવું. પરંતુ સીમાએ હાર ના સ્વીકારી. સીમાએ જણાવ્યું કે, જ્યારે તે માત્ર થોડા મહિનાની હતી તો તેની માનો સાથ પિતાએ છોડી દીધો હતો. સિલસિલો અહીંથી ના અટક્યો અને માની મમતા પણ જવાબ આપી ગઈ અને સીમાને અનાથ આશ્રમમાં છોડીને મા પણ પોતાના રસ્તે જતી રહી.

બસ-ટ્રક ચલાવવાથી અઘરું હતું વિપરીત પરિસ્થિતિમાંથી બહાર આવવું

સહેલીના ઘરે રહીને અભ્યાસ શરૂ કર્યો

સમય જતા માનું દિલ ફરી પીગળ્યું તો છ વર્ષની થયા બાદ સીમાને ફરીથી પોતાની સાથે લઈ ગઈ. પરંતુ સીમાના નસીબમાં હજુ પણ તકલીફો હતી અને માએ ફરીવાર પોતાનો નવો પરિવાર વસાવી લીધો અને આ બધામાં સીમા ફરીથી પાછળ છૂટી ગઈ. મામા પાસે રહીને સીમાએ સ્કૂલનો અભ્યાસ શરૂ કર્યો પરંતુ અહીંયા પણ તેનું સ્થાયી ઠેકાણું ના બની શક્યું. ત્યારબાદ સહેલીના ઘરે રહીને સીમાએ પોતાની જાત મહેનતે અભ્યાસ શરૂ કર્યો અને હવે તે હેવી વાહન ચલાવવાની ટ્રેનિંગ લઈ રહી છે.

નોકરી સાથે અભ્યાસ ચાલુ રાખ્યો

નારનૌંદ વિસ્તારના ગામ ગુરાનાની દીકરી સીમા ગ્રેવાલનું સપનું પોલીસ કે સૈન્યમાં મોટી અધિકારી બનીને દેશ સેવા કરવાનું છે. સીમા ગ્રેવાલ આજકાલ હિસ્સાના ફતેહ ચંદ કોલેજમાં બીએ ફાઈનલ યરનો અભ્યાસ કરી રહી છે. બારમું પાસ કર્યા બાદ સીમા હિસ્સારમાં પોતાની સહેલી પાસે રહેવા લાગી અને પ્રાઈવેટ નોકરી કરીને પોતાનો અભ્યાસ ચાલું રાખ્યો.

થોડા દિવસમાં મળી જશે હેવી લાયસન્સ

રોડવેઝના પ્રશિક્ષક સુલેશે જણાવ્યું કે, સીમા થોડા જ દિવસોમાં ટ્રેઈન્ડ થઈ ગઈ. શરૂઆતમાં તેને બારિકાઈથી બસ વિશે જણાવવાયું હતું. હવે તે સંપૂર્ણ રીતે ટ્રેઈન્ડ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં જ તેને હેવી લાયસન્સ મળી જશે.

મહિલા માટે પ્રેરણાસ્ત્રોત છે સીમા

હિસ્સાર રોડવેઝના ટ્રાફિક મેનેજર આર કે શ્યોકંદે જણાવ્યું કે, સરકારની બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન ઘણું રંગ લાવી રહ્યું છે. જેના કારણે આજે છોકરીઓ કોઈ પણ કામને કરવામાં પણ ખચકાતી નથી. જેના માટે પુરુષોને જ પ્રાથમિકતા આપવામાં આવે છે. સીમા પ્રેરણાસ્ત્રોત બની રહી છે. જોકે, અમારા સમાજ માટે સારા સંકેત છે. સમાજની બહેન દીકરીઓ પણ બસોને ચલાવશે તો મહિલાઓ પણ યાત્રા દરમિયાન તમને તમારે સુરક્ષિત મહેસૂસ કરી શખશે.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!