ગૂગલ મેપ્સની મદદથી તમારો ગુમ કે ચોરી થયેલો સ્માર્ટફોન 2 મિનિટમાં શોધો કાઢો

સ્માર્ટફોન ખોવાઈ જાય તો?

તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે ખિસ્સામાં હાથ નાખો અને ખબર પડે કે સ્માર્ટફોન ક્યાંક ગુમ થઈ ગયો છે? આવા સમયે તમને પોતાની જાત પર ખૂબ જ ગુસ્સો આવે છે. જો સ્માર્ટફોન ચોરી થઈ ગયો હશે તો? શું તે કોઈ જગ્યાએ મૂકાઈ ગયો હશે? ફોનમાં રહેલા ડેટા, ફોટો અને કોન્ટેક્ટ્સનું શું થશે? એવા ખરાબ વિચારો આવવા લાગે છે.

એન્ડ્રોઈડ ફોનમાં છુપાયેલું હોય છે ખાસ ફીચર

તમે વારંવાર યાદ કરવાનો પ્રયાસ કરો છો કે ફોન છેલ્લી વખત કઈ જગ્યાએ મૂક્યો હતો. અથવા તમે ફોન કરીને તેને શોધવાનો પ્રયાસ કરશો. પરંતુ આવા સંજોગોમાં મોટાભાગે ફોન મળવાના ચાન્સ ઓછા થઈ જાય છે. એવામાં ચિંતા થવી સ્વાભાવિક છે, એપલના ‘ફાઈન્ડ માય ફોન’ ફીચરની જેમ એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં પણ ‘ફાઈન્ડ યોર ફોન’ ફંક્શન આવે છે. આ ફીચર તમે જે-તે વિસ્તારની મુલાકાત લો તેને ટ્રેક કરતું રહે છે. એવામાં તમે નીચેના સ્ટેપ્ટ ફોલો કરીને ગૂગલ મેપ્સની મદદથી માત્ર 2 મિનિટમાં ડિવાઈસનું લોકેશન શોધી શકો છો.

આ બે વસ્તુઓ હોવી જરૂરી

સ્માર્ટફોનનું લોકેશન જાણવા માટે તમારી પાસે ઈન્ટરનેટ કનેક્શન ધરાવતો અન્ય સ્માર્ટફોન અથવા તો PC હોવું જોઈએ. તમારી પાસે ગૂગલ એકાઉન્ટનું લોગિન આઈડી અને પાસવર્ડ પણ હોવો જરૂરી છે.

ગૂગલ એકાઉન્ટથી લોગિન કરો

સૌથી પહેલા કોઈપણ સ્માર્ટફોન અથવા તો PCમાંથી www.google.com વેબસાઈટ ઓપન કરો. હવે તેમાં તમારા ગુમ થયેલા સ્માર્ટફોનમાં રહેલા ગૂગલ એકાઉન્ટથી લોગિન કરો.

આ ઓપ્શન સિલેક્ટ કરો

અહીં તમને ડાબી બાજુ સૌથી ઉપર ત્રણ આડી લાઈન જોવા મળશે, જેના પર ક્લિક કરતા મેનુ ઓપન થશે. તેમાંથી ‘Your timeline’ ઓપ્શનને સિલેક્ટ કરો.

તમને મેપમાં ડિવાઈસનું લોકેશન દેખાશે

અહીં તમારે પોતાના ડિવાઈસના જે વર્ષ, મહિનો અને દિવસનું લોકેશન જોવું હોય તે એન્ટર કરો. તમને સ્ક્રીન પર તમારો સ્માર્ટફોન કયા સમયે કઈ જગ્યાએ છે તેનું લોકેશન દેખાશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો