ઘરે ATM કાર્ડ ભૂલી ગયા હો તો પણ હવે પૈસા ઉપાડી શકાશે, આ બેંકોએ ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા આ સેવા શરૂ કરી

દેશમાં હવે ATM કાર્ડ વગર કેશ ઉપાડવાનું કામ સરળ બની ગયું છે. SBI પછી વધુ એક સરકારી બેંક બેંક ઓફ ઈન્ડિયા(BOI)એ આ સુવિધા શરૂ કરી દીધી છે. આ સુવિધા દ્વારા હવે બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો QR કોડ સ્કેન કરી ATMમાંથી પૈસા ઉપાડી શકે છે. આ માટે બેંકે ATMમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા QR કોડનું નવું ફીચર ઉમેર્યું છે.

બેંકનું કહેવું છે કે, આ સુવિધા મુંબઈ, દિલ્હી અને ચેન્નાઇમાં શરૂ કરવામાં આવી છે અને તેને આગામી 6 મહિનામાં દેશભરમાં લાગુ કરવાની યોજના છે. આ ટેક્નોલોજી AGS Transact Technologies દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે, જે એન્ડ ટુ એન્ડ કેશ અને ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ પર કામ કરી રહી છે. બેંક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે આ સેવા શરૂ કરી છે. બેંક ઓફ ઇન્ડિયા સિવાય SBI પણ આ સુવિધા આપી રહી છે.

SBIના ATM કાર્ડ વગર રોકડ ઉપાડવાની પ્રોસેસ

  • આ સુવિધા દ્વારા ATMમાંથી રોકડ ઉપાડવા માટે કોઈ કાર્ડ અથવા પિનની જરૂર નથી. હાલ આ સુવિધા દ્વારા મહત્તમ 2,000 રૂપિયા ઉપાડી શકાય છે. SBIના ગ્રાહકો ATM કાર્ડ વિના ATM મશીનમાંથી પૈસા ઉપાડી શકે છે. SBIની આ સેવાનું નામ યોનો કેશ છે.
  • આ સુવિધાનો લાભ લેવા માટે તમારે પહેલા તમારા ફોનમાં SBIની યોનો મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જરૂરી છે.
  • ત્યારબાદ તમારો નેટબેંકિંગ યુઝર ID અને પાસવર્ડ અથવા મોબાઇલ બેન્કિંગ પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર (MPIN) દાખલ કરી લોગ ઈન કરો.
  • જો તમે SBI YONOનો ઉપયોગ ન કરવા માગતા હો તો તેની વેબસાઇટ https://www.sbiyono.sbi/ દ્વારા પણ તમે કેશ ઉપાડવાની પ્રક્રિયા શરૂ કરી શકો છો. આ સર્વિસમાં ટૂ-ફેક્ટ ઓથેન્ટિકેશન જરૂરી હોય છે.
  • ટ્રાન્ઝેક્શન માટે 6 અંકનો કેશ પિન નંબર તમારે YONO એપમાં નાખવાનો રહેશે. 6 અંકનો રેફરન્સ નંબર તમને SMS રૂપે મળશે અને આ તમારે ATMમાં નાખવાનો રહેશે.
  • તમારે કાર્ડ વગર કેશ ઉપાડવાની પ્રક્રિયા 30 મિનિટની અંદર પૂરી કરવી પડશે. જો તમે આ પ્રક્રિયા 30 મિનિટની અંદર પૂર્ણ ન કરી શક્યા તો રેફરન્સ કોડ એક્સપાયર થઈ જશે.
  • તમે કોઈપણ SBI ATMથી ડેબિટ કાર્ડ વિના સિંગલ ટ્રાન્ઝેક્શનમાં ન્યૂનતમ 500થી મહત્તમ 10,000 રૂપિયા ઉપાડી શકો છો.
  • એક દિવસમાં 20,000 રૂપિયા ઉપાડી શકાય છે. હાલ, SBIના 16,500 ATM પર કાર્ડલેસ કેશ ઉપાડવાની સુવિધા ઉપલબ્ધ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો