પિતા અને દીકરીની આ જોડી અન્ય માટે બની પ્રેરણારૂપ: પિતા 20 વર્ષથી પેટ્રોલ પંપ પર કરે છે નોકરી, દીકરીએ પ્રતિષ્ઠિત IITમાં મેળવ્યું એડમિશન

આ પ્રેરણાદાયક કહાણી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના અધ્યક્ષ શ્રીકાંત માધવ વૈદ્યે સોશિયલ મીડિયા ટ્વિટર પર શેર કરી છે. તેમણે આ ફોટો ટ્વિટ કરતા જણાવ્યું કે ઈન્ડિયન ઓઈલના ગ્રાહકોને અટેન્ડ કરનાર કર્મચારી મિ. રાજાગોપાલનની દીકરી આર્યાની પ્રેરક કહાણી હું તમારી સાથે શેર કરી રહ્યો છું. આર્યાએ IIT કાનપુરમાં એડમિશન મેળવ્યું છે જે ગૌરવપૂર્ણ છે. આર્યાને ખૂબ સારી શુભેચ્છાઓ. આ રીતે જ તું આગળ વધતી રહે. આ ટ્વિટને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને ઘણાં રિટ્વિટ મળ્યા છે. પિતા અને દીકરીની આ જોડી એસ્પિરેશનલ ન્યૂ ઈન્ડિયા માટે પ્રેરણા અને રૉલ મૉડલ છે.

આ ફોટોગ્રાફમાં દીકરી (આર્યા) તેના પિતા સાથે ઊભેલી જોવા મળી રહી છે. તેઓ બંને કેરળના તે ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ સ્ટેશન પર ઊભા છે કે જ્યાં આર્યાના પિતા રાજાગોપાલન એક કસ્ટમર અટેન્ડેન્ટ તરીકે કાર્યરત છે. આ પ્રેરણાદાયક કહાણી વાયરલ થયા પછી સોશિયલ મીડિયા પર પિતાની મહેનત અને દીકરીની સફળતાની ભારે પ્રશંસા જોવા મળી રહી છે.

રિપોર્ટ્સ અનુસાર, આર્યાના પિતા છેલ્લા 20 વર્ષથી પેટ્રોલ પંપ ઉપર નોકરી કરે છે કે જેથી દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ થાય. આર્યાએ સ્નાતકનો અભ્યાસ NITમાંથી પૂર્ણ કર્યો છે કે જે એક પ્રેરક ઉપલબ્ધિ છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ આર્યા રાજાગોપાલનની સફળતા અંગે ટ્વિટ કરી છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે પિતા અને દીકરીની આ જોડી એસ્પિરેશનલ ન્યૂ ઈન્ડિયા માટે પ્રેરણા અને રૉલ મૉડલ છે. આ ટ્વિટને પણ ઘણી લાઈક્સ મળી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આર્યા રાજાગોપાલન નામની આ છોકરીને આઈઆઈટી કાનપુરમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગ માટે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન મળી ગયું છે. પિતાના ત્યાગ અને મહેનતના કારણે આજે દીકરી આર્યા રાજાગોપાલને ઉદાહરણ પૂરું પાડ્યું છે. હવે તે દેશની પ્રતિષ્ઠિત સંસ્થા IIT કાનપુરમાંથી પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો