ગોંડલના મોવિયા ગામે રહેતા પટેલ પરિવારે પુત્રના મૃત્યુ બાદ માવતર બની પુત્રવધૂનું કન્યાદાન કરી સમાજને અનોખી પ્રેરણા પૂરી પાડી

દીકરીને ગાય દોરે ત્યાં જાય, મોવિયાના ચંદુભાઈ કાલરિયાએ દીકરાના મોત બાદ પુત્રવધૂનું કન્યાદાન કરી બે બાળકો સાથે પુત્રવધૂને દીકરી બનાવીને વિદાય આપી હતી.

ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા અને ખેતીકામ કરતા પટેલ પરિવારે સમાજને પ્રેરણારુપ કાર્ય કર્યું છે ત્રણ માસ પહેલા જ પુત્રના નિધન થી વિધવા બનેલ પુત્રવધૂ દુઃખના દરિયામાં ડૂબેલી ન રહે તે માટે પુત્રી રૂપે સ્વીકારી અમરેલીના સૂર્ય પ્રતાપ ગઢ ના યુવાન સાથે લગ્ન કરાવી ભારે હૈયે વિદાય આપતા કઠણ કાળજાનો માનવી પણ રડી પડ્યો હતો.

પુત્રવધૂનો નિભાવ પુત્રીની જેમ જ કરવાનો નિર્ધાર કર્યો

મોવિયાના ચંદુભાઈ કાલરીયા અને તેમના પત્ની રસિલાબેને સમાજને પ્રેરણા આપી છે. મોવિયામાં મોબાઇલ રીપેરીંગ ની દુકાન ચલાવતા પરીવાર ના લાડકવાયા પુત્ર અમિત (ઉંમર વર્ષ 29 )નું ત્રણ માસ પહેલા જ હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું વિધવા બનેલી પુત્રવધુ આરતી (ઉમર વર્ષ 26) દુઃખના દરિયા માં ડૂબી આ જીવન પસાર કરે તે સાસરિયાઓને મંજૂર ન હતું. પુત્રવધૂનો નિભાવ પુત્રીની જેમ જ કરવાનો નિર્ધાર કર્યો અને અમરેલી જિલ્લાના સૂર્ય પ્રતાપ ગઢ ગામના યુવાન મહેશ સોળીયા સાથે ધામધૂમથી લગ્ન કરાવી આપ્યાં હતાં.

જેઠ-જેઠાણીએ નાના ભાઈની વિધવા પત્નીનું કન્યાદાન કર્યું હતું

કહેવાય છે કે વિધિના લેખમાં કોઈ મેખ મારી શકતું નથી. ઈશ્વર દુઃખના દરિયા વચ્ચે પણ સુખનો સમુદ્ર આપી દે છે. આરતીબેનને મોવિયાના સાસરિયાઓએ પુત્રવધૂમાંથી પુત્રી બનાવી જ્યારે સૂર્યપ્રતાપગઢ ના સાસરિયાઓએ બંને સંતાનો સાથે આરતીબેનને અપનાવ્યા છે. મોવિયાના સાસરિયાઓએ સ્ત્રીધન ઉપરાંત તમામ કરિયાવર આપી માવતર ની ફરજ અદા કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો