આ ખેડૂતે યુ ટ્યૂબ પરથી લીધો ખેતીનો આઇડીયા, 25 હજાર રોકી મેળવે છે લાખો

ડીસાના રાણપુરના ખેડૂતે ગયા વર્ષે 10 ગુઠામાં મલ્ચીંગથી ચોળીની ખેતી કરી 15 હજારના ખર્ચ સામે ત્રણ લાખની આવક મેળવી હતી. અને આ વર્ષે 15 ગુઠામાં મલ્ચીંગ તેમજ ક્રોપકવરથી ચોળીની ખેતી કરી છે અને 25 હજારના ખર્ચ સામે પાંચ થી લાખ મળવાની સંભાવના છે. આમ બનાસકાંઠાના ખેડૂતો અવનવી ખેતી કરી સમૃદ્ધ બની રહ્યા છે.

ડીસાના રાણપુરનો ખેડૂત મલ્ચીંગ અને ક્રોપ કવરથી ચોળીની ખેતી કરી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યો છે

બનાસકાંઠાના ખેડૂતો પપૈયા, દાડમ, સરગવાની ફળી, તડબુચ, ટેટીની ખેતી કરી સારી એવી કમાણી કરી સમૃદ્ધ બની રહ્યા છે. આ અંગે ડીસાના રાણપુરના ખેડૂત કનવરજી ઠાકોરે જણાવ્યું હતું કે, ‘પહેલાં હું મગફળી, બાજરી, બટાકાની ખેતી કરતો હતો. પરંતુ ગયા વર્ષે ટેટીની ખેતી કરી હતી. તે વખતે 10 ગુંઠા (અડધો વિઘા) જેટલી જગ્યા વધતાં તેમાં મલ્ચીંગથી ચોળીની ખેતી કરતાં સારું ઉત્પાદન મળતાં 15 હજારના ખર્ચ સામે ત્રણ લાખની આવક મેળવી હતી.

ત્યારે આ વર્ષે 15 ગુંઠા (પોણા વિઘા) જેટલી જમીનમાં યુ ટ્યૂબના માધ્યમથી ખેતીની આઇડીયા લઇ મલ્ચીંગ અને ક્રોપ કવર (વ્હાઇટ કલરનું કાપડ) થી ખેતી કરી છે. જેમાં 25 હજારનો ખર્ચનો ખર્ચ થયો છે. જેમાં ઉત્પાદન સારું મળતાં આ ચોળી અત્યારે 2200 થી 2400 રૂપિયે મણ વેચાઇ રહી છે. અત્યારે એક મહિનાના ઉત્પાદનમાં એક લાખ રૂપિયા મળી ગયા છે અને હજુ આ ચોળી પાંચ માસ સુધી ઉત્પાદન આપશે એટલે પાંચ થી છ લાખ મળવાની સંભાવના છે. આ ઉપરાંત કાકડીનું પણ એક વિઘામાં વાવેતર કરેલ છે. જે કાકડી અત્યારે 800 રૂપિયે મણ વેચાઇ રહી છે. જેમાં 10 હજારના ખર્ચ સામે દોઢથી બે લાખ મળવાની સંભાવના છે.’

ક્રોપ કવર એટલે શું ?

વ્હાઇટ કલરનું કાપડ આવે છે. જે ઠંડીમાં ગરમી આપે અને ગરમીમાં ઠંડી આપે છે. તેમજ જીવાતથી પાકને બચાવે છે. જેને કારણે દવાનો ખર્ચ બીલકુલ થતો નથી.

ડીસાના રાણપુરનો ખેડૂત મલ્ચીંગ અને ક્રોપ કવરથી ચોળી અને કાકડીની ખેતીમાં લાખોની કમાણી કરી રહ્યો છે.

ચોળીનું વાવેતર અને ઉત્પાદન કઇ રીતે મળે છે

ચોળીનું વાવેતર આમ તો જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં થાય છે. પરંતુ આ ક્રોપ કવરથી ડિસેમ્બરમાં વાવેતર કરેલ છે. જેમાં અડધા ફૂટના અંતરે મલ્ચીંગ પદ્ધતિથી બીજ રોપાય છે. તેમજ 45 દિવસે ઉત્પાદન મળવાનું શરૂ થાય છે અને 6 મહિના સુધી ઉત્પાદન મળે છે.

બનાસકાંઠાના ખેડૂતો પપૈયા, દાડમ, સરગવાની ફળી, તડબુચ, ટેટીની ખેતી કરી સારી એવી કમાણી કરી સમૃદ્ધ બની રહ્યા છે.
આ ચોળી અત્યારે 2200 થી 2400 રૂપિયે મણ વેચાઇ રહી છે.

 

મલ્ચીંગથી ચોળીની ખેતી કરતાં સારું ઉત્પાદન મળતાં 15 હજારના ખર્ચ સામે ત્રણ લાખની આવક મેળવી હતી.

 

આ ચોળી પાંચ માસ સુધી ઉત્પાદન આપશે એટલે પાંચ થી છ લાખ મળવાની સંભાવના છે.
10 હજારના ખર્ચ સામે દોઢથી બે લાખ મળવાની સંભાવના છે.’

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો