ખેડૂતે બનાવ્યું વોટર પ્યોરીફાયર, 1 કલાકમાં 80 લીટર પાણી શુદ્ધ કરે છે

હરિયાણાના કૈથલ જિલ્લાના સોંગલ ગામના સાતમું પાસ ખેડૂતે વીજળી વગર ચાલતુ આરઓ (રિવર્સ ઓસમોસિસ) એટલે વોટર પ્યોરિફાયર બનાવ્યું છે. આ પ્યોરીફાયર એક કલાકમાં 80 લીટર પાણીને શુદ્ધ કરે છે. આમ કરવા માટે માત્ર પ્રેશર ઓછું હોવું જરૂરી છે. આ પ્રોજેક્ટને 100 ઘરવાળા ગામમાં લગાવવામાં આવે તો આખા ગામને શુદ્ધ પાણી મળશે.

2 વર્ષની મહેનત બાદ થયું તૈયાર

– આ આરઓને તૈયાર કરવામાં 2 વર્ષનો સમય લાગ્યો હતો. તમામ ખામી દૂર કર્યા બાદ ભારત સરકાર પાસે તેના ફોર્મ્યુલાની પેટન્ટ કરાવવામાં આવી છે.

– આ આરઓ શોધક ખેડૂતના 58 મિત્રો ઉપરાંત કૃષિ વિભાગના ડિરેક્ટરના ઘરે પણ લગાવવામાં આવ્યું છે.

– સોંગલમાં રહેતા 49 વર્ષીય લક્ષમણે જણાવ્યું કે, 2002માં હાર્ટ એટેક આવ્યો હતો. આ સમયે તમામ ટેસ્ટમાં પાણી શુદ્ધ ન હોવાની વાત સામે આવી હતી.

– ડોક્ટરોની સલાહના આધારે ખેતરમાં જામતી ઝાકળને ભેગી પીવાનું શરુ કર્યું.

– આ સમયે લક્ષમણે પાણીમાં ઓક્સિજન વધારવા પ્રયત્નો શરુ કર્યા જેના પ્રારંભ કાર્ય શૂન્ય હતું, તે પછી પ્લાસ્ટિકની બોટલમાં પ્રાકૃતિક વસ્તુઓનો આરઓ તૈયાર કર્યો. પછી તેની ફેમિલીયર સિસ્ટમ તૈયાર કરી.

4 સ્તરે શુદ્ધ થાય છે પાણી

1 પથ્થરનો ચૂનો

– સૌપ્રથમ ફિલ્ટરમાં ચમકતા પથ્થરનો ચૂનો નાખવામાં આવ્યો, જ્યારે પાણી આ ફિલ્ટરમાંથી પસાર થાય છે ત્યારે કચરો તેમાં જ રહી જાય છે.

2 ઈંટનો ચૂનો

બીજા ફિલ્ટરમાં ઈંટનો ચૂનો નાખવામાં આવ્યો. આ ફિલ્ટર ભૂગર્ભ જળમાં રહેલા મળમૂત્રના કણો દૂર કરે છે.

3 જમીની કોલસો

– ત્રીજા ફિલ્ટરમાં જમીની કોલસાનો ચૂનો નાખવામાં આવ્યો. કોલસો પાણીમાં સામેલ જીંક, યૂરિયા તથા ટીડીએસની સ્થિતિને નિયંત્રણમાં રાખે છે.

4 લાકડાનો કોલસો

– ચોથા ફિલ્ટરમાં લાકડીનો કોલસો નાખવામાં આવે છે, આ ફિલ્ટર પ્રદૂષણને નિયંત્રણમાં રાખે છે. પાણી આ ફિલ્ટરમાંથી બહાર આવે છે ત્યારે થોડોક ગેસ નીકળે છે જેનું સ્થાન ઓક્સિજન લઈ લે છે.

વેસ્ટ પાણી શાકભાજી માટે કામ લાગે છે

– લક્ષમણે જણાવ્યું કે, 1 કલાકમાં 80 લીટર પાણીને સાફ કરતા આરઓની બીજી પાઈપમાંથી 20 લીટર પાણી વેસ્ટ નીકળે છે.

– પીવાલાયક ન હોવાને કારણે આ પાણીને છોડ અને વૃક્ષો માટે વાપરવામાં આવે છે. જેને કારણે સારો પાક-ફળ મળે છે.

– ખેડૂત લક્ષમણે જણાવ્યું કે, એક આરઓ પાછળ 8-10 હજારનો ખર્ચ આવે છે. તેમાં વપરાતા સામાનને 10 વર્ષ સુધી બદલવાની જરૂર નથી. 10 વર્ષ પછી સામાન બદલવામાં 2 હજારનો ખર્ચ આવશે.

– આ આરઓ 10 ફૂટ લાંબી અને 2 ફૂટ પહોળી જગ્યામાં સરળતાથી આવી શકે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો