એક સમયે હિરા ઘસતો આ પટેલ કરે છે લાખોની કમાણી, 20 દેશોમાં મોકલે છે પ્રોડક્ટ

ખેતી પ્રધાન ભારતના ખેડૂતો આજે નવી નવી ટેકનોલોજી અને આધુનિક અભિગમ સાથે ખેતીમાંથી સારી એવી કમાણી કરતા થયા છે. કેટલાય ખેડૂતોએ ખેતપેદાશોને પ્રોસેસિંગ સાથે માર્કેટમાં મુકીને બિઝનેસ શરૂ કર્યાં છે. આવા જ જુનાગઢ જિલ્લાના કેશોદના પટેલ ખેડૂત હરસુખભાઈ ડોબરીયાએ પરંપરાગત જુની ખેતીને આધુનિકતા સાથે સાંકળીને નવો રસ્તો કંડાર્યો છે. હરસુખભાઈએ ઓછી મહેનત અને નજીવા ખર્ચે થતી ખેતીને લાખોના વ્યવસાયમાં બદલી લીધી છે.

એક સમયે હિરા ઘસીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હરસુખભાઈ ડોબરીયા આજે કડવા કોઠીંબાની ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યાં છે. પોતાની પાંચ વિઘા જમીનમા કોઠીંબાની ખેતી કરીને કાતરીનો વ્યવસાય શરૂ કરનાર આ ખેડૂતે આજે પોતાની પ્રોડક્ટ ગુજરાત મુંબઈ સહિત 20 દેશોમાં પહોંચાડી છે. એટલું જ નહીં પોતાની સાથે અન્ય ખેડૂતોને પણ પડતર જમીનમાંથી પૈસા મળી રહે તે માટે કોઠીંબાની ખેતી કરાવે છે. પરિવારના સભ્યો પણ હરસુખભાઈને સપોર્ટ કરી તેમની સાથે જોડાયા છે.

આશરે 45 ટકા જેવું સ્થાનિક અને 55 ટકા જેવું વિદેશમાં કાતરીનું વેચાણ કરે છે હરસુખભાઈ ડોબરીયા

હંમેશા પર્યાવરણની જાળવણી માટે કંઈક નવુ કરતા હરસુખભાઈએ ગોકુલ ગૃહ ઉદ્યોગ દ્વારા ઈકો ફ્રેન્ડલી ચુલા-તાવડીમાં પણ સારી નામના મેળવી છે. આજનાં સમયમાં ભાગ્યે જ જોવા મળતી ચકલી સંવર્ધન માટે તેઓ તુંબડાનું વાવેતર કરીને ખાસ માળા બનાવે છે. ચોમાસાના ચાર મહિના હરસુખભાઈનાં આંગણે જાણે પંખીઓનો મેળો જામ્યો હોય તેવું વાતાવરણ જોવા મળે છે. હજારો ચકલીઓ, પોપટ અન્ય પક્ષીઓ તેમનાં આંગણે આતિથ્ય માટે પધારે છે. આ સેવા બદલ રાજ્ય સરકાર દ્વારા પ્રગતિશીલ ખેડૂત તરીકે અનેક વાર તેમનું સન્માન કરવામાં આવ્યું છે.

આગળ વાંચો કોઠીંબાની કાતરીથી કમાણી કરતા હરસુખભાઈની ખેતી વિશે….

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો