ગુજરાતી ખેડુતના અનોખા IDEAથી નવાઈ લાગશે: હવે બારે માસ મળશે Mango

બારે માસ કેરી ખાવા મળે તો નવાઇ લાગીને પણ આ સાચી વાત છે. કેરીનું નામ પડતાં જ સૌના મોઢામાં પાણી આવી જાય છે. ઉનાળાની સિઝન ચાલુ થતાં જ બજારમા વિવિધ પ્રકારની કેરીઓ જોવા મળે છે. આખા વર્ષમાં બેથી ત્રણ મહિના સુધી બજારમાં કેરીઓ મળતી હોય છે પરંતુ જો સિઝન પુરી થયા બાદ પણ કેરી ખાવા મળે તો નવાઇ લાગે. પરંતુ દિતલા ગામના બચુભાઇ ઝાલાએ વિકલ્પ શોધી કાઢ્યો છે. જે કેરીની સિઝન પુરી થતાં પણ છ મહીના સુધી કેરી ખાવા મળશે. આ કેરીનું નામ છે પંચરત્ન કેરી જે ખાવામાં પણ મજેદાર છે અને તેમના ફાર્મમાં દશેરી, મલ્લિકા, કેસર, જન્બો કેસર, આલ્ફ્રેન્જો, લંગડો, જમાદાર, બારમાસી વગેરે કેરીઓની અલગ-અલગ જાત વિકસાવી છે.

કેરીના શોખીનોને બારેમાસ કેરી ખાવા મળશે

કેરીની વાત આવે એટલે બધાં લોકોને કેસર કેરી યાદ આવી જાય છે. આવનારા દિવસોમાં કેરીના શોખીનોને બારેમાસ કેરી ખાવા મળશે, નવાઇ લાગીને પણ આ હકીકત છે. દિતલા ગામના બચુભાઇ ઝાલાએ તેમના આંબાના બગીચામાં પંચરત્ન કેરીની જાત વિકસાવી છે. અત્યારે બજારમાં કેરીની ધીમે ધીમે આવક શરૂ થઈ ગઈ છે અને લોકો કેરી ખાવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે કેરીની સિઝન પુરી થયા બાદનો વિકલ્પ બચુભાઇએ શોધી કાઢ્યો છે.

સાવરકુંડલાના પ્રગતિશીલ ખેડૂતનો અનોખો પ્રયોગ

સાવરકુંડલાના નેસડી ગામ પાસે આવેલ દિતલા ગામના એક પ્રગતિશીલ ખેડુતે કેસર કેરીનો વિકલ્પ શોધી કાઢ્યો છે. આ ઉપરાંત આ કેરી બારેમાસ લોકોને ખાવા મળે તે માટે પંચરત્ન કેરીની જાત તેમના ફાર્મમાં વિકસાવી છે. અમરેલી જીલ્લાની વાત કરીએ તો જીલ્લામાં અનેક ખેડુતો પોતાની કોઠાસુઝથી અલગ-અલગ સંશોધન કરી રહ્યા છે. કેરી બારેમાસ ખાવા મળે તે માટે બચુભાઇ છેલ્લા પાંચ વર્ષથી મહેનત કરી રહ્યા હતા અને આ વર્ષે તેમની મહેનત રંગ લાવી. બચુભાઇના કેરીના ફાર્મમાં 30થી 35 જાતની અલગ અલગ કેરીની જાત જોવા મળે છે. પરંતુ રણજીતભાઇને પંચરત્ન કેરીમાં વધારે રસ છે કારણ કે આ કેરી કેસર કરતા પણ મીઠી છે તેવું તેમનું માનવુ છે.

આવનારા દિવસોમાં લોકોને કેરી બારેમાસ ખાવા મળે તો નવાઇ નહીં કારણ કે કેસર કેરીની સિઝન પુર્ણ થયા બાદ પંચરત્ન કેરી પાક ઉપર આવે છે. આ કેરીની વિશેષતા એ છે કે પાકી ગયા પછી પણ આ કેરી 20થી 25 દિવસ સુધી બગડતી નથી. આવનાર દિવસોમાં કેરી ઉનાળા ઉપર પાકે તે ભુતકાળ થઇ જશે. બચુભાઇને કેરીના અનેક સંશોધન બાબતે અનેક પ્રમાણ પત્રો પણ મળી ચુક્યા છે. કંઇક નવું કરવાની ભાવના ધરાવતા બચુભાઇની મહેનત પાંચ વર્ષ બાદ રંગ લાવી છે. તેમના આંબાના બગીચામાં આંબાની ક્લમોમાં આંબાના મોર હજી પણ જોવા મળી રહ્યા છે. અહીં લોકો દુરદુરથી બચુભાઇના આંબાના ફાર્મમાં મુલાકાત લઇને કંઇક કેરી વિષે નવું જાણીને જાય છે. તો આજુબાજુના ખેડૂતો પણ બચુભાઇ દ્વારા વિકસાવવામાં આવેલ કેરીની વિવિધ જાતો પોતાના આંબાના બગીચામાં ઉછેર કરવાનું વિચારી રહ્યા છે.

કેરીની વાત કરીએ તો કેસર કેરીનું સ્થાન લોકોમાં પ્રથમ છે. કેસર કેરી મળે ત્યાં સુધી લોકો બીજી એક પણ કેરીનું નામ લેતા નથી. ત્યારે આવનારા દિવસોમાં પંચરત્ન કેરી લોકોમાં સ્થાન લે તો નવાઇ નહીં. આ કેરી કેસર કેરીની સાથે જ આંબાના ઝાડ ઉપર આવવાની શરુઆત થઈ જાય છે પરંતુ કેસર કેરી પછી પાકે છે. બચુભાઇના કેરીના ફાર્મમાં 150થી વધારે પંચરત્ન કેરીની કલમો આવેલી છે. અહીં લોકો કેરીની વિવિધ પ્રકારની જાતો જોવા આવે છે ત્યાર બાદ બચુભાઇ જ્યારે પંચરત્ન કેરીની વાત કરે છે ત્યારે સૌ કોઇ નવાઇ પામે છે કેટલાક લોકોને તો વિશ્વાસ પણ આવતો નથી કે કેરી શું બારેમાસ મળે ખરી.

પંચરત્ન કેરી ખાવામાં અતિ મીઠી લાગે છે. કેસર કેરી જેવો જ તેનો સ્વાદ આવે છે. આ કેરીની પાકવાની શરુઆત જુલાઇ મહીનાથી શરૂ થાય છે અને છે ક દિવાળી સુધી કેરી આવે છે. અહીં આવનારા લોકો પહેલા પંચરત્ન કેરી વિશે જાણવા માટે ભાર ઉત્સુક્તા દર્શાવતા હોય છે. બારેમાસ કેરી મળે તે માટે અહીં આજુબાજુના વિસ્તારના ખેડુતો પણ અહીં આવે છે અને બચુભાઇ પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવીને વિવિધ પ્રકારની આંબાની કલમો લઇ હાય છે. આ કેરી કેસર કેરી જેવી જ હોય છે.

હવે કેસર કેરીનો વિકલ્પ દિતલા ગામના બચુભાઇએ શોધી કાઢ્યો છે અને આવનારા દિવસોમાં બારેમાસ કેરી ખાવા મળશે. કેરીના શોખીનો માટે આ એક મહત્વની શોધ ગણાય છે. આવનારા દિવસોમાં બજારમાં પંચરત્ન કેરી ધુમ બોલાવે તો નવાઇ નહીં.

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો