આ ખેડૂતની વહુ બની DSP, લગ્નના 17 વર્ષ બાદ ફર્સ્ટ અટેમ્પ્ટમાં ક્લિયર કરી એક્ઝામ

કહેવાય છેને કે મન હોય તો માળવે જવાય. જો ઇચ્છાશક્તિ પ્રબળ હોય તો કોઈપણ વિઘ્નને પાર કરીને વ્યક્તિ મંજિલ મેળવી લે છે. આ કથનને
બિહારના વિશનપુર ગામની દુર્ગાં શક્તિએ ચરિતાર્થ કર્યું છે. દુર્ગાએ બાળપણથી પોલીસ અધિકારી બનાવાનું નક્કી કરી લીધું હતું. જો કે આ સપનું પુરૂ થાય પહેલા તેના લગ્ન શિક્ષક આનંદ અશોક સાથે થઇ ગયા. તેમને પતિની સાથે ગામડામાં આવીને રહેવું પડ્યું. થોડા વર્ષો તો તેમણે તેમની ઇચ્છાને દબાવીને રાખી. બાદ પતિને પટના સચિવાલયમાં નોકરી મળી. પટના રહેવા ગયા બાદ દુર્ગાએ લગ્નના 17 વર્ષ બાદ લોકસેવા આયોગની પરીક્ષા દેવાનું નક્કી કર્યું અને પહેલા જ પ્રયત્ને પાસ કરીને ડીએસપી પદ પ્રાપ્ત કરી લીધું.

લગ્ન બાદ ગામડાંમાં રહેવું પડ્યું, એક બાળકની પણ જવાબદારી હતી પરંતુ હાર ન માની.

પતિએ પ્રાત્સહિત કરી અને અભ્યાસ ચાલું રાખવા માટે પ્રરણા આપી

દુર્ગાશક્તિ તેમની સફળતાનો શ્રેય પરિવારને આપે છે. તે કહે છે કે, જો આપ એકવાર નક્કી કરી લો તો કોઈપણ કામ મુશ્કેલ નથી. તેમણે જણાવ્યું કે, તે ચાર ભાઇ-બહેનમાં સૌથી મોટી છે. તેના કારણે ઘરની જવાબદારી પણ તેમના પર જ હતી. શિક્ષક પિતાને પણ ભણાવવા માટે સમય ન હતો મળતો. લગ્ન બાદ પણ ગામડે આવીને રહેવું પડ્યું ત્યારબાદ થયું કે હવે આગળ હું મારા લક્ષ્યને નહીં મેળવી શકું. જો કે પતિ પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડ્યું જેના કારણે અભ્યાસ ચાલું રાખ્યો. આ સમય દરમિના એક બાળકને જન્મ આપ્યો તેથી જવાબદારી પણ વધી તેમછતાં પતિના સહયોગના કારણે મંજિલ મળી શકી.

ખેડૂત પરિવારની વહુ

દુર્ગાં શક્તિના સસરા સત્યનારાયણ સામાન્ય ખેડૂત છે. ખેતીથી જ તેમણે ત્રણેય સંતાનને ભણાવીને યોગ્ય બનાવ્યાં. અશોક બીજા નંબરે છે.સત્યનારાયણે આ અવસરે જણાવ્યું કે, મારી પુત્રવધુએ સફળતા પ્રાપ્ત કરીને મારૂ માન પણ વધાર્યું છે. આ સફળતા પર હું ગર્વ અનુભવું છું. સિક્કિમના રાજ્યપાલ ગંગા પ્રસાદે પણ દુર્ગાશક્તિનું સન્માન કર્યું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો