તમિલના઼ડુમાં આવેલું છે ભગવાન ધનવંતરિનું મંદિર, ધનતેરસના દિવસે રોગોથી મુક્તિ મેળવવા માટે હવન કરવામાં આવે છે

આજે ધનતેરસ છે. આ તિથિએ દેવતાઓના વૈદ્ય ભગવાન ધનવંતરિની પૂજા કરવામાં આવે છે. તમિલનાડુમાં વેલ્લોર જિલ્લામાં વાલાજપેટ વિસ્તારમાં ભગવાન ધનવંતરિનું મંદિર આવેલું છે. મંદિરનું નામ શ્રી ધનવંતરિ આરોગ્ય પીડમ છે. ધનતેરસના દિવસે મંદિરના સંસ્થાપક યજ્ઞશ્રી કૈલાઈ જ્ઞાન ગુરુ ડો. શ્રી મુરલીધર સ્વામી દ્વારા મંદિરમાં વિશેષ હવન કરવામાં આવશે. આ હવનમાં હજારો ભક્તો રોગોથી મુક્તિ મેળવવા માટે ભાગ લેશે. વેલ્લોરથી વાજાલપેટનું અંતર લગભગ 30 કિ.મી. છે. માન્યતા છે કે પ્રાચીન કાળમાં દેવતાઓ અને અસુરોએ ભેગા મળીને સમુદ્ર મંથન કર્યું હતું. આ સમુદ્ર મંથનથી આસો મહિનાના સુદ પક્ષની ત્રયોદશી તિથિએ દેવતાઓના વૈદ્ય ભગવાન ધનવંતરિ એક હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા હતાં. ધનવંતરિને ભગવાન વિષ્ણુના જ અવતાર માનવામાં આવે છે. તેને લીધે દર વર્ષે ધનતેરસના દિવસે ધનવંતરિ જયંતી ઉજવવામાં આવે છે. ધનવંતિરની પૂજા કરવાથી રોગોમાં લાભ મળે છે.

મંદિરની ખાસ વાતો-

આ મંદિરની સ્થાપના 15 વર્ષ પહેલામાં 15 ડિસેમ્બર 2004માં થઈ હતી. આ મંદિર ચેન્નેઈથી લગભગ 110 કિમી દૂર આવેલું છે. અહીં સારા સ્વાસ્થ્યની કામના લઈને ઘણા ભક્તો આવે છે. મંદિરમાં ધનવંતરિ ભગવાન સિવાય 78 બીજા દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત છે.

મંદિરમાં નિયમિત રીતે અલગ-અલગ દેવી-દેવતાઓના અલગ-અલગ હવન કરવામાં આવે છે. અહીંના હવન જ આ મંદિરની વિશેષતા છે. અહીં ેક લાભ આમળાનું હવન, એક લાભ લાડુઓનું હવન, એક લાભ કમળનું હવન, છ હજાર કિલો લાલ મરચાનું હવન, સહસ્ત્ર હવન પણ મંદિરમાં થઈ ચૂક્યું છે.

ભગવાન ધનવંતરિ મંદિરમાં પંચમુખી ગાયત્રી, દત્તાક્ષેય, લક્ષ્મી, કાર્તવીર્યાર્જુન, સાંઈબાબા, શનિ મંદિર, ભારતા માતા મંદિર અને 468 શિવલિંગ પણ અહી સ્થાપિત છે.

મંદિરમાં ભવ્ય હવન કુંડ બનાવેલાં છે. અહીં સારા સ્વાસ્થ્યની કામનાથી હવન કરવામાં આવે છે. કુંડમાં અનેક પ્રકારની ઔષધીઓ, જડી-બુડીઓ, ફળ-ફૂલથી આહૂતિ આપવામાં આવે છે.

ધનવંતરિ જયંતી પર વિશેષ આયોજન થશે-

યજ્ઞશ્રી કૈલઈ જ્ઞાનગુરુ ડો. શ્રી મુરલીધર સ્વામીએ જણાવ્યું કે શુક્રવાર, 25 ઓક્ટોબર 2019ના રોજ ભગવાન ધનવંતરિ મંદિરમાં હવન કરવામાં આવશે. દિવાળી પર માત્ર બે દિવસ ભગવાન ધનવંતરિનુો વિશેષ પ્રસાદ વહેંચવામાં આવે છે. આ પ્રસાદ ભક્તોના રોગોથી રક્ષણ કરે છે. પ્રસાદ મંદિરના સંસ્થાપક ડો. મુરલીધર સ્વામી દ્વારા કરવામાં આવે છે. આ હવનમાં ભાગ લેવાથી ભક્તોના રોગોમાં લાભ મળી શકે છે. ભગવાન ધનવંતરિ ચિકિત્સાના દેવતા છે અને આયુર્વેદના જનક છે. તેમને ભગવાન વિષ્ણુના અવતાર પણ માનવામાં આવે છે. ધનવંતરિ જયંતી પર કરવામાં આવતા હવનનું મહત્વ ઘણું વધું છે, કારણ કે તે લાંબા અને સ્વસ્થ્ય જીવન માટે કરવામાં આવે છે. આ પ્રકારે હવન વર્ષમાં ઓછામાં ઓછા જરૂર એકવાર કરવો જોઈએ. હવનમાં ધનવંતરિના મંત્રોનો જાપ કરવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો