ગુજરાતના આ ખેડૂતે કરી લાખોની કમાણી, જાણો શેની કરે છે ખેતી ?

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બાગાયતી ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને સરહદી વિસ્તાર થરાદના બુઢનપુર ગામનો ખેડૂતએ નવ વર્ષ પહેલાં પારંપારિક ખેતી છોડી દાડમ, જામફળ, એપ્પલ બોર અને ખારેકની ખેતી કરી છે. આ ખેડૂત બાગાયતી પાકોની એક વાર ખેતી દર વર્ષે રૂ. 30 લાખથી વધારેના ખણખણીયા ગણી રહ્યો છે. બનાસકાંઠા સરહદી વિસ્તારના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. જેમાં ખાસ કરીને દાડમની ખેતી મુખ્ય છે. આ ઉપરાંત જામફળ, એપ્પલ બોર અને ખારેકમાં પણ ઝંપલાવી ખેડૂતો સારું એવી કમાઇ રહ્યા છે.

ખેડૂત દેવરામભાઇ ભેમાભાઇ પટેલ

બોરના 600 છોડ અને ખારેકના 200 છોડની ખેતી કરી….

આમ થરાદના બૂઢનપુરના ખેડૂત દેવરામભાઇ ભેમાભાઇ પટેલએ નવ વર્ષ પહેલાં પારંપારિક ખેતી જેવી કે, રાયડો, એરંડા, જીરૂ અને ઘઉંની ખેતી છોડી બાગાયતી પાકોની ખેતી કરી છે. જેમાં દાડમના સાત હજાર છોડ, જામફળના 400 છોડ, એપ્પલ બોરના 600 છોડ અને ખારેકના 200 છોડની ખેતી કરી છે. આ અંગે ખેડૂત દેવરામભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘આ વર્ષે દાડમમાં સારું એવું ઉત્પાદન મળી રહ્યું છે. દાડમ દિલ્હી, હરિયાણા, અમદાવાદ મોકલાય છે અને 35 થી 50 રૂપિયાના કિલોના ભાવે વેચાઇ રહી છે.

દાડમની ખેતીમાં 15 વર્ષ ઉપરાંત ઉત્પાદન મળે છે
દાડમની ખેતીમાં 15 વર્ષ ઉપરાંત ઉત્પાદન મળે છે

બોરની અત્યારે હરિયાણામાં નિકાસ…

આ વર્ષે રૂ. 50 થી 60 લાખનું ઉત્પાદન મળવાની સંભાવના છે. જેમાં પચાસ ટકા ખર્ચ કાઢતાં 50 ટકા નફો એટલે કે રૂ. 25 થી 30 લાખ મળવાની સંભાવના છે. જ્યારે જામફળમાં રૂ. 2 લાખનું વેચાણ થયેલ છે. જેમાં એક લાખનો ખર્ચ કાઢતાં 1 લાખનો નફો મળ્યો છે. તેમજ અપ્પલ બોરની અત્યારે હરિયાણામાં નિકાસ થઇ રહી છે. આ બોર 20 થી 25 રૂપિયે વેચાઇ રહ્યા છે. એપ્પલ બોરનું અંદાજે 3 લાખનું ઉત્પાદન મળવાની સંભાવના છે. જેમાં 1 લાખ ખર્ચ કાઢતાં 2 લાખ નફો મળવાની સંભાવના છે. આમ વર્ષે અંદાજે રૂ. 30 થી 35 લાખનો નફો મળી રહ્યો છે.

બાગાયતી પાકોની એક વાર ખેતી કર્યા પછી વર્ષો સુધી કમાણી જ કમાણી
બાગાયતી પાકોની એક વાર ખેતી કર્યા પછી વર્ષો સુધી કમાણી જ કમાણી
જામફળમાં રૂ. 1 લાખ અને એપ્પલ બોરમાં રૂ. 2 લાખ નફાનો અંદાજ
જામફળમાં રૂ. 1 લાખ અને એપ્પલ બોરમાં રૂ. 2 લાખ નફાનો અંદાજ
દાડમ, જામફળ, એપ્પલ બોર અને ખારેકની ખેતી કરી વર્ષે રૂ. 30 લાખ ઉપરાંતનો નફો રળી રહ્યો છે
દાડમ, જામફળ, એપ્પલ બોર અને ખારેકની ખેતી કરી વર્ષે રૂ. 30 લાખ ઉપરાંતનો નફો રળી રહ્યો છે
આ વર્ષે દાડમમાં સારું એવું ઉત્પાદન મળી રહ્યું છે
આ વર્ષે દાડમમાં સારું એવું ઉત્પાદન મળી રહ્યું છે
એપ્પલ બોરની ખેતીમાં 30 વર્ષ સુધી ઉત્પાદન મળે છે
એપ્પલ બોરની ખેતીમાં 30 વર્ષ સુધી ઉત્પાદન મળે છે
જામફળની ખેતીમાં 15 વર્ષ ઉપરાંત ઉત્પાદન મળે છે
જામફળની ખેતીમાં 15 વર્ષ ઉપરાંત ઉત્પાદન મળે છે
દાડમ દિલ્હી, હરિયાણા, અમદાવાદ મોકલાય છે
દાડમ દિલ્હી, હરિયાણા, અમદાવાદ મોકલાય છે

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો