33 વર્ષ પછી પરિવારમાં થયો દીકરીનો જન્મ, પરિવારે કેવી રીતે યાદગાર બનાવ્યો દીકરીનો જન્મ જુઓ..

મધ્ય પ્રદેશના ધારના એક પરિવારમાં 33 વર્ષ પછી જન્મેલી દીકરીના જન્મને પરિવારે યાદગાર બનાવી દીધો. ખાનગી હોસ્પિટલમાંથી બાળકીને આખો પરિવાર શણગારેલી કારમાં ઘરે લઈ ગયો. પરિવારે દીકરીના નાના પગલાને કંકૂથી લાલ કરીને ઉમરા પર પગના નિશાન બનાવ્યા અને આરતી ઉતારી. રઘુનાથપુરામાં રહેતા ગુરુદીપસિંહે જણાવ્યું કે, 26 માર્ચના રોજ દીકરીનો ખાનગી હોસ્પિટલમાં જન્મ થયો. 28 માર્ચના રોજ હોસ્પિટલમાંથી રજા લીધી તો દીકરીને ગુલાબના ફુલોથી શણગારેલી કારમાં ઘરે લાવવામાં આવી.

33 વર્ષ પછી પરિવારમાં થયો દીકરીનો જન્મ, હોસ્પિટલેથી શણગારેલી કારમાં ઘરે લાવ્યા, આરતી ઉતારી અને મા-દીકરી પર કરાયો ફૂલોનો વરસાદ..

અહીંયા પરિવારના લોકોએ દીકરીની મા નમન પ્રીત કૌર અને દીકરી પર ફૂલોનો વરસાદ કરીને સ્વાગત કર્યું. દાદા કુલદીપ સિંહ ડંગે જણાવ્યું કે, તેમને ત્રણ દીકરા છે અને હવે દીકરીની ઈચ્છા હતી. અમારું સૌભાગ્ય છે કે, 33 વર્ષ પછી અમારા ઘરમાં દીકરીનો જન્મ થયો. મા નમનપ્રીત કૌરે કહ્યું કે, વર્ષો પછી નાની પરી અમારા ઘરે આવવાથી અમારો પરિવાર પૂરો થઈ ગયો. દીકરીના આગમન માટે ઘરને રંગબેરંગી ફુગ્ગાથી શણગાર્યો છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો