ઊનામાં 7 માસથી કોમામાં શરી પડેલા પિતાની જીંદગી બચાવવા માટે માતા-પુત્રીએ એ રાત દિવસ એક કર્યા

શહેરમાં એક દીકરી પિતાની જીંદગી અને મોતના જંગ વચ્ચે છેલ્લા સાત મહિનાથી હિંમતભેર પિતાની જીંદગી બચાવવા અને પથારીમાં પડેલા પિતાના શબ્દો ‘કેમ છે બેટા’ સાંભળવા રાત દિવસ એક કરી રહી છે.

હેમરેજ થઈ જતા પિતા કોમામાં સરી પડ્યાં

ઊના શહેરના આનંદ વાટીકા ચોક પાસે આવેલ કોમ્પ્લેક્ષમાં રહેતા જીતેન્દ્રભાઇ નાથાભાઇ ભટ્ટી ઉ.વ.60 સાત માસ પહેલા કોઇ કારણોસર પડી જતાં હેમરેજ થયું હતું અને તેઓ કોમામાં સરી પડ્યા હતો. અનેક ડોક્ટરો પાસે સારવાર કરી 30થી 35 લાખ સુધીની રકમ ખર્ચ્યા પછી પણ કંઇ પરિણામ આવ્યું નહોતું અને તેમના પિતા પથારીવસ થઈ ગયા હતા. આ મોભી ફક્ત આંખોથી નિહાળી શકે છે, પરંતુ બોલી શકતા નથી. આવી સ્થિતી વચ્ચે તેમની સારસંભાળની જવાબદારી તેમના પત્ની કંચનબેન અને પુત્રી કોમલ પર આવી પડતા માતા-પુત્રીએ બ્યુટી પાર્લર અને કપડાંનો વેપાર શરૂ કરી વૃદ્ધની જીંદગી બચાવવા સાત માસથી સેવા કરી રહ્યાં છે.

માતા પણ કરિયાણાની દુકાન ચલાવે છે

ત્યારે કંચનબેન પોતે કરિયાણાની દુકાને જઈને ભરણપોષણ માટેની રોજીરોટી રળી રહ્યાં છે. પરીવારના સંતાનમાં કોઇ દિકરો ન હોવાથી આ માતા-પુત્રીએ ઘરના મોભીને બચાવવા દર આઠ દિવસે તેના તમામ રીપોર્ટ કરવા માટે દર માસે બે વખત રૂ. 15 હજારની મોંઘા ભાવની સારવાર માટે નિયમીત હોસ્પિટલે લઇ જાય છે. માતા-પુત્રીએ ઘરના તમામ દાગીના વેચી હિંમતભેર પોતાના આ મોભીને બચાવવા પ્રયત્ન કરી રહ્યાં છે. આ દીકરી અને માતાએ મહિલા હોવા છતાં પુરૂષ સમોવડી બની દરેક ક્ષેત્રે ફરજો બજાવી છે અને સમાજના બદલાતા પ્રવાહ સામે થઈ સેવાને મહિલા દિને અન્ય મહીલા માટે પ્રેરણાદાયક બનાવી છે.

પિતાનું શરીર બંધ આંખોના ઇશારે જીવન જીવે છેઃ કોમલ

કોમલબેનના જણાવ્યા મુજબ પોતાના પિતાનું સાત માસથી શરીરના તમામ અવયવ બંધ હોવાથી માત્ર આંખોના ઇશારે જીવે છે. અનેક તબીબની સારવાર લીધા બાદ લાખોનો ખર્ચ કર્યા પછી પણ પોતાના પિતા પથારીમાંથી ઉભા ન થતાં ‘પિતા ક્યારે ઉભા થશે અને બેટા શબ્દો કહેશે’ તેવી આશા રાખી રાત-દિવસ હું અને મારી મમ્મી તેમની સેવા કરી રહ્યાં છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો