ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 783 કેસ નોંધાયા અને 16 મોત થયા, કુલ કેસ 38 હજારને પાર, મૃત્યુઆંક 2 હજારની નજીક

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 783 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 38,419 પર‬ પહોંચ્યો છે. આ સાથે જ ગુજરાતમાં હાલ 9,111 એક્ટિવ કેસ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 569 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 27,313 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 16 લોકોના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 1,995‬ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અનલૉક-1.0 બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક-1.0 બાદ આજે સતત ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક કેસ 735 કેસ નોંધાતા ફરી ચિંતામાં વધારો થયો છે. આપને જણાવી દઇએ કે, શનિવારે રાજ્યમાં 712 કેસ નોંધાયા હતા તો રવિવારે 725 કેસ, સોમવારે 735 કેસ અને મંગળવારે 778 કેસ અને આજે 783 નવા કેસ નોઁધાયા હતા.

સુરતમાં કોરોનાના એક દિવસના કેસનો રેકોર્ડ તૂટ્યો

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 273 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 215 અને સુરત જિલ્લામાં 58 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 6,731 પર પહોંચ્યો છે. તો અત્યાર સુધીમાં 199 લોકોના મોત થયાં છે. આમ આ સાથે જ સુરતમાં હાલ 2166 એક્ટિવ કેસ છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 156 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 149 અને અમદાવાદ જિલ્લામાં 07 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 22,418 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 170 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 17,249 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 5 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1,503‬ પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3658 એક્ટિવ કેસ છે.

કોરોના વાયરસના કેસની વિગત

08/07/2020પોઝિટિવ કેસ
અમદાવાદ156
સુરત273
વડોદરા67
ગાંધીનગર19
ભાવનગર19
બનાસકાંઠા15
આણંદ5
રાજકોટ39
અરવલ્લી2
મહેસાણા15
પંચમહાલ1
બોટાદ1
મહીસાગર4
ખેડા11
પાટણ4
જામનગર9
ભરૂચ16
સાબરકાંઠા8
ગીર સોમનાથ4
દાહોદ18
છોટા ઉદેપુર1
કચ્છ10
નર્મદા4
દેવભૂમિ દ્વારકા0
વલસાડ27
નવસારી14
જૂનાગઢ11
પોરબંદર0
સુરેન્દ્રનગર16
મોરબી3
તાપી1
ડાંગ3
અમરેલી7
અન્ય રાજ્ય0

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો