ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1311 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,46,673 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1311 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,46,673એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 9 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3531એ પહોંચ્યો છે. જ્યારે 1414 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 86.35 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 51,385 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત 280, અમદાવાદ 188, રાજકોટ 134, વડોદરા 123, જામનગર 93, મહેસાણા 53, અમરેલી 33, બનાસકાંઠા 33, ગાંધીનગર 51, કચ્છ 27, પાટણ 25, ભાવનગર 27, ભરૂચ 21, જુનાગઢ 39, પંચમહાલ 20, સાબરકાંઠા 20, મોરબી 15, આણંદ 14, નર્મદા 14, નવસારી 13, ગીર સોમનાથ 12, તાપી 12, સુરેન્દ્રનગર 10, ખેડા 9, મહીસાગર 9, બોટાદ 7, દાહોદ 7, દેવભૂમિ દ્વારકા 7, અરવલ્લી 5, પોરબંદર 4, છોટા ઉદેપુર 3, વલસાડ 2, ડાંગ 1 મળી કુલ 1311 કેસો મળ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 2, અમદાવાદ 1, મહેસાણા 1, સુરત 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 9 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3531એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 126657 નાગરીકો સાજા થઈ ગયા છે. 3531ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 16,485 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 86 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 16,399 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો