ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 778 કેસો નોંધાયા, 11 લોકોના કોરોનાથી મોત, 2613 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો હોય તેમ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ઘટ્યો છે અને રિકવરી રેટ પણ હવે 96.80 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 778 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 11 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 2613 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 9944 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 2613 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 7,90,906 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 16162 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 363 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

Photo Gallery
PreviousNext

ગુજરાતમાં આજે કોરોનાના નવા 778 કેસની સાથે આજે વધુ 11 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં નવા 120 કેસ સાથે 3 દર્દીનાં મોત, વડોદરામાં નવા 181 કેસ સાથે એક દર્દીનું મોત, સુરતમાં નવા 115 કેસ સાતે 2 દર્દીનાં મોત, રાજકોટમાં નવા 47 કેસ સાથે એક દર્દીનું મોત, જામનગરમાં 24 અને ભાવનગરમાં 16 કેસ, ગાંધીનગરમાં 13 અને જૂનાગઢમાં 51 કેસ, ભરૂચમાં 27, ગીર સોમનાથમાં 24, આણંદમાં 19 કેસ, પંચમહાલમાં 17, મહેસાણામાં 15, નવસારીમાં 12 કેસ, વલસાડમાં 12, ખેડામાં 11, બનાસકાંઠામાં 10 કેસ, કચ્છ-સાબરકાંઠામાં 9-9, અમરેલીમાં 7 કેસ, દ્વારકામાં 7, અરવલ્લી- મહિસાગરમાં 5-5 કેસ, પાટણમાં 5, નર્મદા-સુરેન્દ્રનગરમાં 4-4 કેસ, દાહોદ-પોરબંદરમાં 3-3, છોટાઉદેપુરમાં 1 કેસ નોંધાયો છે ત્યાં જ છેલ્લા 24 કલાકમાં મોરબીમાં એક અને તાપીમાં પણ નવો એક 1-1 કેસ નોંધાયો છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 16162 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 363 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 15799 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 96.58% એ આવી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો