ગુજરાતમાં ‘બૂલેટ’ ગતિએ વધતો કોરોનાઃ આજે પણ રેકોર્ડબ્રેક 778 કેસ નોંધાયા, કુલ દર્દીઓનો આંકડો 37,636 પર‬ પહોંચ્યો

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 778 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 37,636 પર‬ પહોંચ્યો છે.

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 421 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 26,744 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 17 લોકોના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 1,979‬ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સતત ચોથા દિવસે ગુજરાતમાં નોંધાયા 700થી વધુ કેસ

ઉલ્લેખનીય છે કે, અનલૉક-1.0 બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક-1.0 બાદ આજે સતત ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક કેસ 735 કેસ નોંધાતા ફરી ચિંતામાં વધારો થયો છે. આપને જણાવી દઇએ કે, શનિવારે રાજ્યમાં 712 કેસ નોંધાયા હતા તો રવિવારે 725 કેસ, સોમવારે 735 કેસ અને આજે 778 કેસ નોંધાયા હતા.

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 249 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 204 અને સુરત જિલ્લામાં 45 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 6,458 પર પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 187 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 172 અને અમદાવાદ જિલ્લામાં 15 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 22,262 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 124‬ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 17,079 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 7 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1498‬ પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3675 એક્ટિવ કેસ છે.

કોરોના વાયરસના કેસની વિગત

07/07/2020પોઝિટિવ કેસ
અમદાવાદ187
સુરત249
વડોદરા68
ગાંધીનગર18
ભાવનગર21
બનાસકાંઠા12
આણંદ10
રાજકોટ40
અરવલ્લી4
મહેસાણા15
પંચમહાલ4
બોટાદ1
મહીસાગર7
ખેડા11
પાટણ5
જામનગર10
ભરૂચ15
સાબરકાંઠા2
ગીર સોમનાથ3
દાહોદ6
છોટા ઉદેપુર2
કચ્છ14
નર્મદા1
દેવભૂમિ દ્વારકા1
વલસાડ21
નવસારી13
જૂનાગઢ13
પોરબંદર0
સુરેન્દ્રનગર11
મોરબી5
તાપી3
ડાંગ0
અમરેલી6
અન્ય રાજ્ય0

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો