રાહતના સમાચારઃ છેલ્લાં 24 કલાકમાં નવા 1,074 કેસ નોંધાયા, સામે 1,370 દર્દીઓ સાજા થયા, કુલ કેસનો આંકડો 68,885 થયો

ભારતમાં કોરોનાના કેસ આજે 20 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 68 હજારને પાર પહોંચ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખાણીએ ભારતમાં વધારે છે. તો ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,074 કોરોનાના કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજ્યમાં આજે કોરોનાના 1,074 કેસ નોંધાતા કુલ આંકડો 68,885 પર પહોંચ્યો છે. આજે 1,370 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 51,692 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 73 ટકા છે. તો આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ, વડોદરા, દાહોદ, જામનગર અને વલસાડમાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ સાજા થયા છે. રાજ્યમાં હવે 14,587 દર્દીઓ સારવાર હેઠળ છે.

કોરોનાથી કેટલા દર્દીના મોત ?

રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 22 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં 2,606 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. મહત્વનું છે કે, ભારતમાં કોરોના વાયરસના કેસ 20 લાખને પાર થઇ ચૂક્યા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં દેશમાં 41 હજારથી વધુ દર્દીઓના મોત થયા છે.

આજના કોરોના વાયરસના કેસની વિગત 

07/08/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 153
સુરત 231
વડોદરા 110
ગાંધીનગર 27
ભાવનગર 37
બનાસકાંઠા 6
આણંદ 14
રાજકોટ 90
અરવલ્લી 4
મહેસાણા 43
પંચમહાલ 11
બોટાદ 9
મહીસાગર 12
ખેડા 14
પાટણ 7
જામનગર 52
ભરૂચ 13
સાબરકાંઠા 12
ગીર સોમનાથ 23
દાહોદ 21
છોટા ઉદેપુર 2
કચ્છ 24
નર્મદા 12
દેવભૂમિ દ્વારકા 1
વલસાડ 18
નવસારી 17
જૂનાગઢ 46
પોરબંદર 9
સુરેન્દ્રનગર 17
મોરબી 12
તાપી 1
ડાંગ 0
અમરેલી 21
અન્ય રાજ્ય 5

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો