ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 12955 કેસો નોંધાયા, 133 લોકોના કોરોનાથી મોત, 12,995 દર્દીઓ સ્વસ્થ થયાં

કોરોનાના દૈનિક કેસને લઇ આજે રાહતના સમાચાર છે. આજે કોરોનાનાં પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાયો છે. આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 95 કેસનો ઘટાડો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના ના નવા 12955 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 133 દર્દીના મોત નીપજ્યા છે. ત્યાં જ વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક અત્યાર સુધીના સૌથી વધુ એક જ દિવસમાં 12,995 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 7912 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 12,995 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 477391 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 148124 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 792 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

આજે ગુજરાતમાં કોરોનાના નવા 12955 કેસ નોંધાયા છે અને વધુ 133 દર્દીના રાજ્યમાં મોત થયા છે. અમદાવાદમાં 4248 કેસ સાથે 23 દર્દીનાં મોત, સુ0રતમાં નવા 1466 કેસ સાથે 13 દર્દીનાં મોત, વડોદરામાં નવા 1107 કેસ સાથે 13 દર્દીનાં મોત, જામનગરમાં નવા 737 કેસ સાથે 14 દર્દીનાં મોત, રાજકોટમાં નવા 561 કેસ સાથે 16 દર્દીનાં મોત, ભાવનગરમાં નવા 391 કેસ સાથે 8 દર્દીનાં મોત, જૂનાગઢમાં નવા 382 કેસ સાથે 9 દર્દીનાં મોત, ગાંધીનગરમાં નવા 306 કેસ, મહેસાણામાં 525, પંચમહાલમાં 237, નવસારીમાં 216 કેસ, દાહોદમાં 198, સુરેન્દ્રનગરમાં 195, સોમનાથમાં 192 કેસ, મહિસાગરમાં 188, ખેડામાં 180, કચ્છમાં 173 કેસ, આણંદમાં 157, અમરેલીમાં 156, બનાસકાંઠામાં 156 કેસ, પાટણમાં 154, સાબરકાંઠામાં 147, અરવલ્લીમાં 124 કેસ, છોટા ઉદેપુરમાં 118, વલસાડમાં 118, તાપીમાં 113 કેસ, મોરબીમાં 92, ભરૂચમાં 91, નર્મદામાં 87 કેસ, દ્વારકામાં 58, પોરબંદરમાં 44, ડાંગમાં 20, બોટાદમાં 18 કેસ નોઁધાયા છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 148124 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 792 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 147332 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 75.37% એ આવી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો