ગુજરાતમાં સતત બીજા દિવસે 700થી વધુ કેસ, નવા 725 કેસ અને 18 મોત, કુલ કેસ 36 હજારને પાર, મૃત્યુઆંક 1945 થયો

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 725 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 36,123‬‬ પર‬ પહોંચ્યો છે.

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 486 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 25,900 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 18 લોકોના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 1,945‬ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સતત બીજા દિવસે ગુજરાતમાં નોંધાયા 700થી વધુ કેસ

ઉલ્લેખનીય છે કે, અનલૉક-1.0 બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક-2.0 બાદ આજે સતત બીજા દિવસે રેકોર્ડ બ્રેક કેસ 725 કેસ નોંધાતા ફરી ચિંતામાં વધારો થયો છે. આપને જણાવી દઇએ કે, ગઇકાલે રાજ્યમાં 712 કેસ નોંધાયા હતા.

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 254 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 218 અને સુરત જિલ્લામાં 36 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 5,741 પર પહોંચ્યો છે. આપને જણાવી દઇએ કે, આજે પ્રથમ વખત એકસાથે કોરોનાના આટલા બધા કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 177‬‬‬ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 162 અને અમદાવાદ જિલ્લામાં 15 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 21,892 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 101‬ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 16,610 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 9 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1484‬ પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3683 એક્ટિવ કેસ છે.

રાજ્યના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની વિગત

05/07/2020પોઝિટિવ કેસ
સુરત254
અમદાવાદ177
વડોદરા64
રાજકોટ42
વલસાડ18
ભાવનગર16
ભરૂચ15
જૂનાગઢ13
ખેડા12
ગાંધીનગર11
પાટણ11
મહેસાણા9
સુરેન્દ્રનગર9
તાપી9
બનાસકાંઠા8
સાબરકાંઠા8
દાહોદ8
પંચમહાલ6
જામનગર6
અરવલ્લી5
મોરબી5
ગીર સોમનાથ4
બોટાદ3
મહીસાગર3
નવસારી3
કચ્છ2
છોટા ઉદેપુર1
નર્મદા1
દેવભૂમિ દ્વારકા1
અમરેલી1

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો