ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 13050 કેસો નોંધાયા, 131 લોકોના કોરોનાથી મોત, 12,121 દર્દીઓ સ્વસ્થ થયાં

કોરોનાના દૈનિક કેસ ગત કેટલાક દિવસથી રાહતના હતી કારણ કે કોરોનાનાં પોઝિટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો હતો. પરંતુ આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 230 કેસનો વધારો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 13050 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 131 દર્દીના મોત નીપજ્યા છે. રાજ્યના નાગરિકોને રાહત આપતા સમાચાર એ છે કે, ગત 10 દિવસથી ગુજરાતમાં સાજા થનારા દર્દીની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક અત્યાર સુધીના સૌથી વધુ એક જ દિવસમાં 12,121 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 7779 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 12,121 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 464396 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 148297 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 778 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13050 કેસ નોંધાયા છે. ત્યાં જ આજે વધુ 131 દર્દીના મોત થયા છે.  અમદાવાદમાં નવા 4754 કેસ સાથે 23 દર્દીના મોત, સુરતમાં નવા 1574 કેસ સાથે 10 દર્દીના મોત, રાજકોટમાં નવા 726 કેસ સાથે 14 દર્દીના મોત, વડોદરામાં નવા 943 કેસ સાથે 13 દર્દીના મોત, જામનગરમાં નવા 728 કેસ સાથે 14 દર્દીના મોત, ભાવનગરમાં નવા 472 કેસ સાથે 10 દર્દીના મોત, જૂનાગઢમાં નવા 350 કેસ સાથે 7 દર્દીના મોત, ગાંધીનગરમાં નવા 309 કેસ સાથે એકનું મોત, મહેસાણામાં 459, નવસારીમાં 200, ખેડામાં 198 કેસ, સાબરકાંઠામાં 198, મહિસાગરમાં 195, દાહોદમાં 162 કેસ, કચ્છમાં 162, ગીર સોમનાથમાં 149, નર્મદામાં 143 કેસ, આણંદમાં 138, વલસાડમાં 120, પંચમહાલમાં 110 કેસ, અમરેલીમાં 108, ભરૂચમાં 106, મોરબીમાં 104 કેસ, અરવલ્લીમાં 102, બનાસકાંઠામાં 100, છોટાઉદેપુરમાં 90 કેસ, પાટણમાં 84, તાપીમાં 78, સુરેન્દ્રનગરમાં 62 કેસ, દ્વારકામાં 57, પોરબંદરમાં 37, બોટાદમાં 23, ડાંગમાં 9 કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો