ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 90 કેસો નોંધાયા, 3 લોકોના કોરોનાથી મોત, 304 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.41 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 100થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 90 પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 3 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 304 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનને બાદ કરતા તમામ જિલ્લા અને શહેરોમાં સિંગલ ડિજિટમાં કેસ આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,059 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 304 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,10,451 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 3013 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 09 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 90 કેસની સાથે આજે વધુ 3 દર્દીના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશન 18, સુરત કોર્પોરેશન 10, વડોદરા કોર્પોરેશન 8, સુરત 6, વડોદરા 5, આણંદ 4, નર્મદા 4, રાજકોટ કોર્પોરેશન 4, ભાવનગર કોર્પોરેશન 3, જામનગર કોર્પોરેશન 3, બનાસકાંઠા 2, દેવભૂમિ દ્વારકા 2, ગાંધીનગર કોર્પોરેશન 2, ગીર સોમનાથ 2, જુનાગઢ 2, જુનાગઢ કોર્પોરેશન 2, કચ્છ 2, નવસારી 2, ભરૂચ, ભાવનગર, દાહોદ, ગાંધીનગર, જામનગર, ખેડા, મહેસાણા, પંચમહાલ, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3013 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 09 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 3004 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.41% એ આવી ગયો છે. અત્યાર સુધીમાં 2,56,77,991 વ્યક્તિઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. જેમાં આજ વધુ 2,84,125 વ્યક્તિઓને કોરોના વેક્સિન આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો