ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 687 કોરોનાના નવા કેસ નોંધાયા, મૃત્યુઆંક 1,906‬‬ અને દર્દીઓનો કુલ આંકડો 34,686‬ પર પહોંચ્યો

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 687 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 34,686‬ પર‬ પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 687 કેસ

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 340 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 24,941‬‬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 18 લોકોના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 1,906‬‬ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 204‬ નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 190 અને સુરત જિલ્લામાં 14 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 5,234‬ પર પહોંચ્યો છે.

હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 204‬‬ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 195 અને અમદાવાદ જિલ્લામાં 9 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 21,543‬‬‬ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 121‬ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 16,359‬‬‬ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 10 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1,466‬ પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3705 એક્ટિવ કેસ છે.

24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

03/07/2020પોઝિટિવ કેસ
અમદાવાદ204
સુરત204
વડોદરા62
જૂનાગઢ26
ભાવનગર21
ગાંધીનગર16
ખેડા14
સુરેન્દ્રનગર14
પંચમહાલ13
જામનગર13
ભરૂચ13
પાટણ11
રાજકોટ10
આણંદ9
બનાસકાંઠા8
મહીસાગર7
વલસાડ6
નવસારી6
મહેસાણા5
સાબરકાંઠા5
કચ્છ5
નર્મદા3
તાપી3
બોટાદ2
મોરબી2
અરવલ્લી1
ગીર સોમનાથ1
દાહોદ1
દેવભૂમિ દ્વારકા1
પોરબંદર1

આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે

જિલ્લાકુલસાજા થયામૃત્યુએક્ટિવ કેસ
અમદાવાદ215431638314663694
સુરત546137061721583
વડોદરા2443176851624
ગાંધીનગર69351831144
ભાવનગર30215213137
બનાસકાંઠા2101581141
આણંદ2422021327
રાજકોટ3201348178
અરવલ્લી2151711925
મહેસાણા30015612132
પંચમહાલ2001451639
બોટાદ9765329
મહીસાગર147119226
ખેડા1861191057
પાટણ2281181793
જામનગર2581184136
ભરૂચ26613110125
સાબરકાંઠા187119860
ગીર સોમનાથ8148132
દાહોદ6544120
છોટા ઉદેપુર6042216
કચ્છ17596574
નર્મદા9452042
દેવભૂમિ દ્વારકા251825
વલસાડ179634112
નવસારી13161268
જૂનાગઢ14758485
પોરબંદર211326
સુરેન્દ્રનગર18084888
મોરબી3118112
તાપી12804
ડાંગ4400
અમરેલી9542746
અન્ય રાજ્ય888179
TOTAL346862494119067839

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો